Gujarat News: ભારતીય જનતા પાર્ટીમાં આગામી સમયમાં સંગઠન અને સરકાર બંને સ્તરે મોટા ફેરફારો થઈ શકે તેવી રાજકીય અટકળો તેજ બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi), કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) અને ભાજપ અધ્યક્ષ નિતિન નવીન (Nitin Navin) વચ્ચે તાજેતરમાં યોજાયેલી બેઠકો બાદ પક્ષના સંસદીય બોર્ડ (Cabinet Reshuffle), રાષ્ટ્રીય સંગઠન અને કેન્દ્રીય મંત્રીમંડળ (BJP Cabinet Reshuffle)માં ફેરબદલની ચર્ચા જોર પકડી રહી છે. જોકે, અત્યાર સુધી ભાજપ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
સંગઠનને વધુ મજબૂત બનાવવાની કવાયત
સૂત્રોના જણાવ્યા મુજબ, ભાજપ (BJP) આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનનું પુનર્ગઠન કરવા પર ભાર મૂકી રહી છે. લાંબા સમયથી એક જ માળખા હેઠળ કાર્યરત સંગઠનમાં નવા ચહેરાઓને તક આપવા અને જવાબદારીઓનું પુનર્વિતરણ કરવા અંગે વિચારણા ચાલી રહી હોવાનું માનવામાં આવે છે.
રાષ્ટ્રીય હોદ્દેદારોની સંખ્યા વધી શકે
ચર્ચા એવી પણ છે કે ભાજપ રાષ્ટ્રીય હોદ્દેદારોની સંખ્યા હાલની 45માંથી વધારીને આશરે 60 સુધી લઈ જઈ શકે છે. આ પગલાથી યુવા નેતાઓ અને વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓને સંગઠનમાં વધુ સ્થાન મળી શકે છે.
સંસદીય બોર્ડમાં પણ ફેરફારની ચર્ચા
ભાજપની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા સંસદીય બોર્ડ (Cabinet Reshuffle)માં લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ ભરવા અને કેટલાક નવા સભ્યોને સામેલ કરવાની ચર્ચા ચાલી રહી છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
BJP Cabinet Reshuffleમાં ફેરબદલની અટકળો
રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે કેન્દ્રીય મંત્રીમંડળ (BJP Cabinet Reshuffle)માં કામગીરી અને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેટલાક ફેરફારો થઈ શકે છે. સંભવિત વિસ્તરણ અથવા જવાબદારીઓમાં ફેરબદલ અંગે હાલ માત્ર અટકળો ચાલી રહી છે.
યુપી સહિત આગામી ચૂંટણીઓ પર ફોકસ
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી હવે નજીક આવી રહી હોવાથી ભાજપ સંગઠનને વધુ સક્રિય બનાવવા અને ચૂંટણીની તૈયારી મજબૂત કરવા માંગે છે. આ ઉપરાંત ગુજરાત, પંજાબ સહિતના રાજ્યોની રાજકીય સ્થિતિ પર પણ ટોચનું નેતૃત્વ સતત નજર રાખી રહ્યું હોવાનું માનવામાં આવે છે.
ગુજરાતમાં પણ બેઠકો પર નજર
અમિત શાહ ગુજરાત પ્રવાસે સંગઠન અને સરકારના નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે. રાજકીય વર્તુળોમાં ગુજરાતને લઈને પણ અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ રાજ્યમાં કોઈ ફેરફાર અંગે હજુ સુધી સત્તાવાર માહિતી સામે આવી નથી.
હજુ સત્તાવાર જાહેરાત બાકી
ભાજપમાં સંગઠન અને સરકારને લઈને વિવિધ ચર્ચાઓ ચાલી રહી હોવા છતાં પક્ષ દ્વારા હજુ સુધી સંસદીય બોર્ડ, સંગઠન અથવા કેન્દ્રીય મંત્રીમંડળ (BJP Cabinet Reshuffle)માં ફેરફાર અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આગામી દિવસોમાં પક્ષ તરફથી લેવામાં આવતા નિર્ણયો બાદ જ સ્પષ્ટ ચિત્ર સામે આવશે.
આ પણ વાંચો:ભાજપની સંસદીય બોર્ડની આજે બેઠક, કાલે પ્રમુખ હોદ્દેદારોની વરણી
આ પણ વાંચો:ભાજપમાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી નવી નિમણૂકો માટે મંથન
આ પણ વાંચો:ભાજપનાં પ્રદેશ સંસદીય બોર્ડમાં પણ બાદબાકીનો ખેલ યથાવત, હજુ નવું આવશે?
