- જૂનાગઢ જિલ્લામાં પોલીસે પાડ્યા દરોડા
- બાતમીના આધારે પાડ્યા હતા દરોડા
- હજારો બોટલનો જથ્થો કર્યો સીઝ
- તપાસ શરૂ કરતાં ફેલાયો ફફડાટ
દિવસેને દિવસે યુવાધન નશા તરફ જોવા મળી રહ્યું છે ત્યારે નશાની લતમાંથી યુવાધનને બહાર લાવવા માટે જૂનાગઢ પોલીસે કમર કસી છે. જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં નશીલા પીણા સીરપનો ગેરકાયદેસર વેચાણ વધતા જિલ્લા પોલીસ વડાની સુચનાથી એસઓજી સહિતની ટીમે આયુર્વેદિક બિયર અને સિરપ વેચનારાઓ સામે લાલ આંખ કરી છે.જૂનાગઢ શહેર અને જિલ્લામાં કેટલાક સમયથી આયુર્વેદિક બિયરના નામે આલ્કોહોલ વાળું પીણું વેચાતું હોવાની બાતમીના આધારે એસઓજી સહિત સ્ટાફે દરોડા પાડીને એક હજાર જેટલી શંકાસ્પદ બોટલો સીઝ કરીને તપાસ શરૂ કરતાં ફફડાટ ફેલાયો છે.
શહેરમાં થોડા દિવસ પહેલા એક શખ્સના ઘરમાંથી એસઓજીએ ગેરકાયદે રીતે કોઈ પણ કેમિસ્ટનું લાયસન્સ વગરના સિરપનો જથ્થો ઝડપી ગુન્હો દાખલ કર્યો હતો, સાથે શહેરમાં તેમજ તાલુકામાં આયુર્વેદિક બિયરના નામે આલ્કોહોલ વાળું પીણું વેચાતું હોવાનું ધ્યાને આવતા એસપીની સૂચનાથી એસઓજીએ ચોરવાડ અને માળિયા પોલીસને સાથે રાખીને તે વિસ્તારમાં રેડ કરીને આયુર્વેદિક બિયરનો શંકાસ્પદ પીણુંની એક હજાર જેટલી બોટલ જપ્ત કરીને તેમાંથી નમૂના લઈને તેને એફએસએલ માટે મોકલવામાં આવેલ છે.
આ પણ વાંચો: ફાધર-ડે નિમિત્તે શ્વેતા બચ્ચને કેપ્શન લખ્યું ‘રિશ્તે મેં તો સિર્ફ મેરે….લગતે હૈ’સોશિયલ મીડિયા પર વાયરલ
આ પણ વાંચો:અમેરિકામાં ભારતનો ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમ થયો શરૂ
આ પણ વાંચો:અગ્નિપથ યોજના એરફોર્સે ભરતીની વિગતો જાહેર કરી, : વીમા-કેન્ટીન સુવિધા સાથે 30 દિવસની રજા
