Kutch/ ફરી પ્રવાસીઓથી ધમધમી ઉઠ્યો રણોત્સવ

એક સમય એવો હતો કે આ સફેદ રણને કોઈ જાણતું ન હતું. પરંતુ આજે દુનિયાના ખૂણે ખૂણા સુધી આ ધોરડોને લોકો જાણે છે અને પ્રવાસે આવીને પ્રકૃતિનો મોજ માણે છે.

Gujarat Others
રણોત્સવ ફરી પ્રવાસીઓથી ધમધમી ઉઠ્યો રણોત્સવ

દર વર્ષે ધોરડો ખાતે આયોજિત રણોત્સવમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે આ વર્ષે કોરોનાને લઈને થોડા દિવસ બ્રેક લાગ્યો હતો. પણ ફરી પ્રવાસીઓથી આ રણોત્સવ ધમધમી ઉઠ્યો હતો. કચ્છના સફેદ રણમાં ચાંદની જોવા લોકો દૂર સુદુરથી આવતા હોય છે.  આ નજારો કઈક અનોખો હોય છે તો બીજી તરફ સનસેટ જોવાનો લ્હાવો પણ અનોખો છે. આ વર્ષે પ્રવાસન વિભાગ દ્વારા જુદા જુદા ક્રાફટ સ્ટોલો પણ ઉભા કરવામાં આવ્યા હતા. તેમજ રંગારંગ કાર્યક્રમો પણ રણોત્સવની ચાંદનીને એક અનોખી ભાત પુરી પાડતી હોય છે.

આ રણોત્સવ દરમિયાન ટેન્ટસિટીનો પણ મહત્વનું યોગદાન છે. 20 ફ્રેબ્રુઆરીના આજે ટેન્ટસિટીએ આ વર્ષની કામગીરી સમાપ્ત કરી છે. જ્યારે 28 ફ્રેબ્રુઆરી સુધી રણોત્સવ હજુ ચાલશે.એક સમય એવો હતો કે આ સફેદ રણને કોઈ જાણતું ન હતું. પરંતુ આજે દુનિયાના ખૂણે ખૂણા સુધી આ ધોરડોને લોકો જાણે છે અને પ્રવાસે આવીને પ્રકૃતિનો મોજ માણે છે.

નવેમ્બર મહિનાથી શરૂ થતાં આ રણોત્સવમાં સ્થાનિકોને રોજગારીની તકો ઉપલ્લધ થાય છે તે બાબત ભૂલવી ન જોઈએ. આ વર્ષના આ રણોત્સવ અનેક લોકો માટે સંભારણું બની ગયું હતું. ટેન્ટસિટીના આયોજકોના કહેવા મુજબ રણોત્સવ પૂર્ણતા ભણી છે ત્યારે પ્રવાસીઓનો ઘસારો વધ્યો છે.

Ukraine Crisis / ભારતીય વિદ્યાર્થીઓને તાત્કાલિક યુક્રેન છોડવા સૂચન, રશિયા-યુક્રેન તણાવ ચરમસીમાએ

TRAI Report / મુકેશ અંબાણીના Jioએ ડિસેમ્બરમાં પ્રતિદિન ગુમાવ્યા 4 લાખ ગ્રાહકો, આ છે સૌથી મોટું કારણ

Dysco / યુકેની નોકરી છોડી ક્રિશા શાહે ખોલી પોતાની કંપની, જાણો ટીના અંબાણીની વહુ શું કામ કરે છે