@ચેતન પરમાર, કેશોદ
ટૂંક સમયમાં જ કેશોદ નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. ત્યારે આજ રોજ કેશોદ ખાતે ભાજપની બેઠક યોજાઈ હતી. જેમાં કવરેજ કરવા માટે મોટા ભાજપ ના સ્થાનીક નેતાઓ દ્વારા પત્રકારોને આમંત્રણ અપાયું હતું. આગામી દિવસોમાં યોજાનારી નગરપાલિકાની ચુંટણીના અનુસંધાને મળેલી બેઠકમાં ભાજપના નેતા અને પૂર્વ ગ્રુહરાજ્ય મંત્રી ગોરધન ઝડફિયા હાજર રહ્યા હતા. પરંતુ તેમના આવતા જ આવતાં જ મિડીયાને બહાર મોકલી દેવાયા હતા. જેના કારણે મિડિયામાં રોષ ફેલાયો હતો.
પહેલાં સ્થાનીક ભાજપ દ્વારા આમંત્રણ અપાયા બાદ મિડીયાને કવરેજ કરવાથી દૂર રાખવાની બાબતે શંકાકુશંકા ફેલાઈ હતી. પ્રશ્નએ છેકે મોટા ઉમળકાથી આમંત્રણ અપાયા બાદ નિર્ણય કેમ બદલાયો. શું આવનારી ચુંટણીઓ માં ઉમેદવારી બાબતે ભાજપમાં જૂથબંધી વકરે તેવી દહેશત છે.? શું છુપાવવા માટે નિર્ણય બદલ્યો? કેમ ગોરધન ઝડફિયા એ માફી માંગવી પડી? મિટીંગમાં એવી કઈ બાબતો હતી કે તે જાહેર ન કરી શકાય તેવી હતી? મિટીંગમાં જૂથવાદ જાહેર થાય તેવો ડર હતો ? એવી કઈ બાબત હતી કે જે મિડીયા સુધી પહોંચે તો સ્થાનીક ભાજપને નુકશાન થાય ? શું દિલ્હીમાં ચાલતા ખેડુત આંદોલનમાં કેશોદના ખેડૂતો ન જોડાય તે માટેની કોઈ ખાનગી રણનિતી હતી..? આવા અસંખ્ય મુદ્દાઓ ચર્ચાઈ રહ્યા છે.
Ahmedabad / દારૂબંધીના લીરેલીરા..! માધુપુરા પોલીસ ઊંઘતી રહી ને ક્રાઇમબ્ર…
Dharm / ભગવાન શિવના કેટલા અવતાર છે અને ક્યા ક્યા..? (ભાગ -1 )
Knowledge / ભગવાન શિવના કેટલા અવતાર છે અને ક્યા ક્યા..? (ભાગ -2 )
Dharma / આ 5 શિવલિંગો સદીઓથી સતત વધી રહ્યા છે
Dharma / રોજ મંદિર કેમ જવું જોઈએ, આવો જાણીએ તેના વૈજ્ઞાનિક લાભ….
અષ્ટભુજા ધામ ..!! આ મંદિરમાં માથા વગરની મૂર્તિની પૂજા કરવામાં આવે છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
