@રવિ ભાવસાર, અમદાવાદ
ક્રાઈમ બ્રાન્ચના PSI એમ.એમ ગઢવી અને ટીમને બાતમી મળી હતી કે શહેરના માધુપુરા પોલીસની હદમાં દુધેશ્વરમાં રૂસ્તમ મિલ પાસે ઔડાના મકાનમાં દેશી દારૂ સાથે સંકળાયેલા અબ્દુલ મિયાંણા અને તેની બહેન નસીમબાનું મિયાંણા તેના ઘર પાસે જાહેરમાં દેશી દારૂનું વેચાણ કરે છે.
જેથી પોલીસે મકાનમાં દરોડો પાડતા તેમના ઘરની આગળથી છ પ્લાસ્ટિકના થેલા મળી આવ્યા હતા. જેમાં તપાસ કરતા કુલ 135 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેને પોલીસે કબ્જે લઈ અને બંને બુટલેગર ભાઈ બહેન સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. ત્રણ દિવસમાં બહારની એજન્સીઓએ આવી અને દારૂ જુગારની પ્રવૃત્તિઓ બંધ કરાવવાની ફરજ પડી છે. PI મહાવીરસિંહ બારડ અને વહીવટદારની રહેમનજર હેઠળ જ આ પ્રવૃત્તિ ચાલતી હોય શકે છે કારણ કે તો જ બહારની એજન્સીઓને આવી દરોડા પાડવા પડ્યા છે.
Dharm / ભગવાન શિવના કેટલા અવતાર છે અને ક્યા ક્યા..? (ભાગ -1 )
Knowledge / ભગવાન શિવના કેટલા અવતાર છે અને ક્યા ક્યા..? (ભાગ -2 )
Dharma / આ 5 શિવલિંગો સદીઓથી સતત વધી રહ્યા છે
Dharma / રોજ મંદિર કેમ જવું જોઈએ, આવો જાણીએ તેના વૈજ્ઞાનિક લાભ….
અષ્ટભુજા ધામ ..!! આ મંદિરમાં માથા વગરની મૂર્તિની પૂજા કરવામાં આવે છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
