National News/ ભારત-પાકિસ્તાન વચ્ચે કેદીઓ અને માછીમારોની યાદીનું આદાન-પ્રદાન

India Pakistan એ એકબીજાના કેદીઓ અને માછીમારોની યાદીઓનું આદાન પ્રદાન કર્યું છે.

Top Stories India
India Pakistan

National News : ભારત-પાકિસ્તાન (India Pakistan) વચ્ચે દ્વિપક્ષીય કોન્સ્યુલર એક્સેસ એગ્રીમેન્ટ-2008 હેઠળ એકબીજાની કસ્ટડીમાં રહેલા નાગરિક કેદીઓ અને માછીમારોની યાદીઓનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયા દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈએ રાજદ્વારી માધ્યમો દ્વારા કરવામાં આવે છે. ભારત-પાકિસ્તાન (India Pakistan) સંબંધિત આ માહિતી વિદેશ મંત્રાલયે ગુરુવારે આપી હતી.

India Pakistan એ એકબીજાના કેદીઓની યાદી સોંપી

ભારતે તેની કસ્ટડીમાં રહેલા 391 પાકિસ્તાની નાગરિક કેદીઓ અને 33 પાકિસ્તાની માછીમારોની યાદી પાકિસ્તાનને સોંપી છે. જ્યારે પાકિસ્તાને તેની કસ્ટડીમાં રહેલા 58 ભારતીય નાગરિક કેદીઓ અને 199 ભારતીય માછીમારોની યાદી ભારતને આપી છે. આમ ભારત-પાકિસ્તાન (India-Pakistan) એ એકબીજાના કેદીઓ અને માછીમારોની યાદીઓનું આદાન પ્રદાન કર્યું છે.

India-Pakistan એ એકબીજાના કેદીઓની યાદી સોંપી

ભારતે પાકિસ્તાન (India Pakistan) પાસે સજા પૂર્ણ કરી ચૂકેલા 167 ભારતીય માછીમારો અને નાગરિક કેદીઓને વહેલી તકે મુક્ત કરી સ્વદેશ પરત મોકલવાની માંગ કરી છે. સાથે જ, ગુમ થયેલા ભારતીય નાગરિક કેદીઓ, માછીમારો, તેમની બોટો અને ભારતીય સંરક્ષણ કર્મચારીઓને પણ તાત્કાલિક મુક્ત કરવાની અપીલ કરવામાં આવી છે.

આ ઉપરાંત, પાકિસ્તાનની કસ્ટડીમાં રહેલા ભારતીય હોવાનું માનવામાં આવતા 35 કેદીઓ અને માછીમારોને હજુ સુધી કોન્સ્યુલર એક્સેસ આપવામાં આવ્યો નથી, તેમને તાત્કાલિક કોન્સ્યુલર એક્સેસ આપવા માટે પણ ભારતે આગ્રહ રાખ્યો છે. ભારતે કેદીઓ અને માછીમારોની મુક્તિ સુધી તેમની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવાની માંગ પણ કરી છે.

સરકારના જણાવ્યા મુજબ, 2014 બાદ સતત પ્રયત્નોના પરિણામે અત્યાર સુધી 2,661 ભારતીય માછીમારો અને 71 ભારતીય નાગરિક કેદીઓને પાકિસ્તાનમાંથી સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે. જેમાં 2023 બાદ પરત લાવવામાં આવેલા 500 માછીમારો અને 13 નાગરિક કેદીઓનો સમાવેશ થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાને કરી વાતચીત, એકબીજાને સોંપી કેદીઓની યાદી

આ પણ વાંચો: પાકિસ્તાની જેલોમાં ભારતીય માછીમારો કેવી સ્થિતિમાં ? કેદીઓ દ્વારા મોકલેલ પત્રમાં ભયાનક વાતો

આ પણ વાંચો: પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિકો ટૂંક સમયમાં ઘરે પરત ફરશે, ઈસ્લામાબાદે ભારતને 308 કેદીઓની યાદી સોંપી