મંદિર પ્રવેશ/ મધ્યપ્રદેશમાં દલિત વરરાજાની જાનને મંદિરમાં જતી અટકાવી,પોલીસે 3ની કરી ધરપકડ

ગામના ઉચ્ચ જ્ઞાતિના લોકોએ  બે કારને અટકાવી હતી. સરઘસને મંદિરની અંદર જતાં પણ રોકી દેવામાં આવ્યો હતો. જાતિવાદી ટીપ્પણી પણ કરવામાં આવી અને તેમને  મારવામાં આવ્યા

India

મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લામાં આદિવાસી બહુમતી માનપુર વિસ્તારમાં દલિત વરની જાનને ગામના કેટલાક તોફાનીઓએ મંદિરમાં પ્રવેશતા અટકાવી દીધી હતી. આરોપ છે કે ઉચ્ચ જાતિના તત્વોએ જાન પર હુમલો કર્યો હતો અને લોકો સાથે મનસ્વી વર્તન કર્યું હતું. આ કેસની ફરિયાદ મળ્યા બાદ પોલીસે આરોપી સામે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ કેસમાં ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

પોલીસને અપાયેલી ફરિયાદ મુજબ ગામના ઉચ્ચ જ્ઞાતિના લોકોએ  બે કારને અટકાવી હતી. સરઘસને મંદિરની અંદર જતાં પણ રોકી દેવામાં આવ્યો હતો. જાતિવાદી ટીપ્પણી પણ કરવામાં આવી અને તેમને  મારવામાં આવ્યા.જોકે, ગ્રામજનોએ દાવો કર્યો છે કે વરરાજાએ મંદિરની અંદર પૂજા કરી હતી. કેટલાક સરઘસમાં ઘણાબધા લોકો નશામાં હતા અને મંદિરની અંદર જઇ રહ્યા હતા, મંદિરમાં રામ કથા ચાલી રહી હતી, તેથી તેમને મંદિરમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા.

બાદમાં પોલીસ અધિકારીઓની હાજરીમાં વરરાજાએ મંદિરમાં પૂજા-અર્ચના કરી અને લગ્ન પોલીસ સુરક્ષામાં થયાં. આ કેસમાં આરોપી વિરુદ્ધ માનપુર પોલીસ સ્ટેશનમાં કલમ 341, 323, 506, 153-એ, 295-એ, 147 અને એસસી / એસટી એટ્રોસિટી એક્ટની જોગવાઈ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે 9 આરોપીઓમાંથી 3 ની ધરપકડ કરવામાં આવી છે.