Not Set/ જસદણ : ભાજપનું સ્નેહમિલન, જિલ્લા પંચાયત કોંગ્રેસના 6 સભ્યો સહીત 100 લોકો ભાજપમાં જોડાયા

જસદણમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં સ્નેહમિલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો સહિત લોકો હાજર રહ્યા હતા. આ સ્નેહમિલનમાં કુવરજી બાવળિયા, જયેશ રાદડિયા, સૌરભ પટેલ, મોહન કુંડારીયા સહિતના ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. આજે જસદણ પેટા ચૂંટણીની તારીખ પણ જાહેર થતા સ્નેહમિલન કાર્યક્રમમાં વધુને વધુ લોકો મતદાન કરે તેવી અપીલ પણ નેતાઓ દ્વારા કરવામાં આવી હતી. આ […]

Top Stories Gujarat Others

જસદણમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં સ્નેહમિલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો સહિત લોકો હાજર રહ્યા હતા. આ સ્નેહમિલનમાં કુવરજી બાવળિયા, જયેશ રાદડિયા, સૌરભ પટેલ, મોહન કુંડારીયા સહિતના ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા.

mantavyanews.com

આજે જસદણ પેટા ચૂંટણીની તારીખ પણ જાહેર થતા સ્નેહમિલન કાર્યક્રમમાં વધુને વધુ લોકો મતદાન કરે તેવી અપીલ પણ નેતાઓ દ્વારા કરવામાં આવી હતી. આ સ્નેહમિલનમાં રાજકોટ જિલ્લા પંચાયતના 6 સભ્યોની સાથે જસદણ તાલુકા પંચાયતના કોંગ્રેસના 8 સભ્યો સહિત 100થી વધુ કાર્યકરોએ કુવરજી બાવળિયાને સમર્થન આપી વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા.

કુવરજી બાવળિયાના નજીકના કાર્યકરો અને 70થી વધુ ગામના સરપંચો પણ ભાજપમાં જોડાયા છે. તેમજ 100થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે.