Not Set/ IND vs NZ: હેમિલ્ટન T-20માં ભારતની હાર, ન્યુઝીલેન્ડ શ્રેણી 2-1થી જીત્યું

ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચે શ્રેણીની અંતિમ અને નિર્ણાયક T20 મેચ હેમિલ્ટનના સેડોન પાર્કમાં રમાઈ રહી છે. ટોસ જીતીને ભારતીય ટીમે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ન્યૂઝીલેન્ડે 6 ઓવરમાં વિના વિકેટે 66 રન બનાવી લીધા છે. ટિમ સિફર્ટ (43)રન પર આઉટ થયા છે. ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 212 રન બનાવ્યા હતા અને ભારતને જીતવા […]

Top Stories Sports

ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચે શ્રેણીની અંતિમ અને નિર્ણાયક T20 મેચ હેમિલ્ટનના સેડોન પાર્કમાં રમાઈ રહી છે. ટોસ જીતીને ભારતીય ટીમે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ન્યૂઝીલેન્ડે 6 ઓવરમાં વિના વિકેટે 66 રન બનાવી લીધા છે. ટિમ સિફર્ટ (43)રન પર આઉટ થયા છે.

ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 212 રન બનાવ્યા હતા અને ભારતને જીતવા માટે 213 રનનો લક્ષ્ય આપ્યો હતો. ન્યૂઝીલેન્ડએ ત્રણ મેચની ટી-20 સીરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચમાં ચાર રનથી ભારતને હરાવ્યું અને શ્રેણી 2-1થી જીતી લીધી છે.

છેલ્લી ઓવરની રસાકસી બાદ ન્યૂઝીલેન્ડે ચાર રનથી ભારતને હરાવ્યું છે. 20 ઓવરના અંતે ભારત 208 રન કરવામાં સફળ રહ્યું છે. 208 રન કરવા માટે ભારતને 6 વિકેટનું નુકસાન વેઠવું પડ્યું હતું. આમ ન્યૂઝીલેન્ડે શ્રેણી ઉપર વિજેય મેળવ્યો છે.

15 ઓવર પછી ભારતનો સ્કોર 145 રન પર 5 વિકેટ. એમએસ ધોની (2 રન) અને દિનેશ કાર્તિક (0 રન) ક્રિઝ પર છે.

14 ઓવર પછી ભારતનો સ્કોર 141 રન પર 4 વિકેટ. એમએસ ધોની (0 રન) અને હાર્દિક પંડ્યા (19 રન) ક્રિઝ પર છે.

10 ઓવર પછી ભારતનો સ્કોર 108 રન પર 2 વિકેટ છે. રોહિત શર્મા (2 રન) અને રિષભ પંત (23 રન) ક્રિઝ પર છે.

9 ઓવર પછી ભારતનો સ્કોર 92 રન પર 2 વિકેટ છે. રોહિત શર્મા (27 રન) અને રિષભ પંત (10 રન) ક્રિઝ પર છે.

4 ઓવર પછી ભારતનો સ્કોર 38 રન પર 1 વિકેટ છે. રોહિત શર્મા (10 રન) અને વિજય શંકર (17 રન) ક્રિઝ પર છે.

પ્રથમ બેટિંગ કરીને  ન્યુઝીલેન્ડની ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી અને 212 રન બનાવ્યાં અને ભારતને જીતવા માટે 213 રનનો ટાર્ગેટ આપ્યો.

ન્યુઝીલેન્ડના કોલિન મુનરોએ સૌથી વધુ 72 રન બનાવ્યાં, ટિમ સેફર્ટ 43 રનની ખુબ સરસ બેટિંગ કરી હતી.કોલિન ડી ગ્રાન્ડહોમ પણ 30 રન બનાવ્યા. ભારત માટે કુલદીપ યાદવ સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી.

19 ઓવર પછી ન્યુઝીલેન્ડનો સ્કોર 200 રન પર 4 વિકેટ છે. રોસ ટેલર (3 રન) અને ડેરીલ મિશેલ (18 રન) ક્રિઝ પર છે.

18 ઓવર પછી ન્યુઝીલેન્ડનો સ્કોર 192 રન પર 3 વિકેટ છે. કોલિન ડી ગ્રાન્ડહોમ (30 રન) અને ડેરી મિશેલ (13 રન) ક્રિઝ પર છે.

15 ઓવરમાં ન્યૂઝીલેન્ડનો સ્કોર 151/3 , કોલિન ડી ગ્રાન્ડહોમ (3 રન) અને ડેરી મિશેલ (1 રન) ક્રિઝ પર છે.

13 ઓવર પછી ન્યુઝીલેન્ડનો સ્કોર 135 રન પર 1 વિકેટ છે. કોલિન મુનરો (76 રન) અને કેન વિલિયમસન (15 રન) ક્રિઝ પર છે.

11 ઓવર પછી ન્યુઝીલેન્ડનો સ્કોર 110 રન પર 1 વિકેટ છે. કોલિન મુનરો (58 રન) અને કેન વિલિયમસન (8 રન) ક્રિઝ પર છે.

ભારતીય ટીમ આજે ન્યૂઝિલેન્ડ સામે સિરીઝની અંતિમ ટી-2૦ મેચમાં ઊતરી છે. ત્યારે તેની નજર ન્યૂઝિલેન્ડની ધરતી પર પ્રથમ વાર ટી-2૦ સિરીઝ જીતી ઇતિહાસ રચવા પર રહેશે.

છેલ્લા ત્રણ મહિના ભારતીય ટીમ માટે શાનદાર રહ્યા છે. ભારતે ઓસ્ટ્રેલિયાપ્રવાસ દરમિયાન પ્રથમ વાર ટેસ્ટ સિરીઝ જીતી હતી.

ટીમ
ભારતઃ રોહિત શર્મા, શિખર ધવન, રિષભ પંત, વિજય શંકર, દિનેશ કાર્તિક, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, ક્રુણાલ પંડ્યા, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ.

ન્યૂઝીલેન્ડઃ ટિમ સિફર્ટ, કેન વિલિયસમન, કોલિન મુનરો, ડેરિલ મિશેલ, રોસ ટેલર, કોલિન ડિ ગ્રાન્ડહોમ, મિશેલ સેન્ટનર, સ્કોટ કલ્ગિજન, ટીમ સાઉદી, ઈશ સોઢી, બ્લેર ટિકનર.