ભારત જોડો યાત્રા 7મી સપ્ટેમ્બરના રોજ કન્યાકુમારીથી શરૂ થઈ હતી અને હાલમાં મહારાષ્ટ્રમાં પહોચી છે. યાત્રા દરમિયાન અનેક અભિનેતા સામાજિક સેવકો સહિત અનેક લોકો જોડાઇ રહ્યા છે. આ યાત્રા પુરજોશમાં મહારાષ્ટમાં ચાલી રહી છે, એવામાં દિગ્ગજ ફિલ્મ એકટર અને નિર્માતા અમોલ પાલેકર ભારત જોડો યાત્રામાં સામેલ થયા હતા.
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ‘ભારત જોડો યાત્રા’ને 74 દિવસ પૂર્ણ થયા છે. જેમાં રાહુલ ગાંધી સાથે અનેક લોકોએ 1550 કિલોમીટરથી વધુની યાત્રા કરી છે. રાહુલ ગાંધીએ આ યાત્રા 7 સપ્ટેમ્બરે તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ કરી હતી. જેમાં કોંગ્રેસીઓની ભીડ સાથે અનેક નેતાઓ અને કલાકારોએ પણ ભાગ લીધો હતો.
અભિનેત્રી અને ફિલ્મ નિર્માતા પૂજા ભટ્ટ પણ આ સફરનો હિસ્સો બની હતી આ સિવાય અભિનેતા સુશાંત સિંહે પણ ભારત જોડો યાત્રામાં પોતાની હાજરી નોંધાવી હતી. દક્ષિણ અભિનેત્રી પૂનમ કૌરે પણ ‘ભારત જોડો યાત્રા’માં સક્રિયપણે ભાગ લીધો હતો
