Not Set/ પીએમ મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસી અને અમદાવાદ વચ્ચે શરુ થઇ સીધી વિમાનસેવા, જુઓ

અમદાવાદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મત વિસ્તાર વારાણસીને જોડતી સીધી ફ્લાઈટ સેવા શરૂ થઈ ગઈ છે. લાંબા સમયથી આ ફ્લાઈટ સેવા શરૂ કરવાની માંગ કરાઈ રહી હતી. આ ફ્લાઈટ શરૂ થતા અમદાવાદ ઉપરાંત સુરત, વડોદરા, રાજકોટ, મહેસાણા સહિતના લોકોને સીધા વારાણસી જવાની ઝડપી સુવિધા મળી રહેશે. ખાસ કરીને ધાર્મિક વિધીઓ માટે વારાણસી જવા માંગતા લોકોને રાહત […]

Top Stories
અમદાવાદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મત વિસ્તાર વારાણસીને જોડતી સીધી ફ્લાઈટ સેવા શરૂ થઈ ગઈ છે. લાંબા સમયથી આ ફ્લાઈટ સેવા શરૂ કરવાની માંગ કરાઈ રહી હતી. આ ફ્લાઈટ શરૂ થતા અમદાવાદ ઉપરાંત સુરત, વડોદરા, રાજકોટ, મહેસાણા સહિતના લોકોને સીધા વારાણસી જવાની ઝડપી સુવિધા મળી રહેશે. ખાસ કરીને ધાર્મિક વિધીઓ માટે વારાણસી જવા માંગતા લોકોને રાહત થશે.
સ્પાઈસ જેટના વિમાન ૮૭૧ એ અમદાવાદથી ૭ઃ૩૦ કલાકે ઉડાણ ભરી હતી, જે ૯ઃ૧૫ કલાકે વારાણસીના બાબતપુર એરપોર્ટ પર લેન્ડ થયુ હતું. આ વિમાનમાં કુલ ૧૮૦ મુસાફરો સવાર હતા. વિમાન અમદાવાદથી વારાણસી પહોંચ્યુ ત્યારે વારાણસીમાં આ તમામ મુસાફરોનુ સ્વાગત કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ સવારે ૯ઃ૫૫ કલાકે આ વિમાન વારાણસીથી અમદાવાદ આવવા રવાના થયુ હતું. જે ૧૧ઃ૪૫ કલાકે અમદાવાદમાં લેન્ડ થયુ હતું.
પરંપરા મુજબ, પ્રથમ ઉડાણ ભરતા પહેલા વિમાનને વોટર કેનન સેલ્યુટ આપવામાં આવ્યુ હતું. આ વિમાન સેવા શરૂ કરવા અંગે સ્પાઈસ જેટના સર્વિસ મેનેજર રાહુલસિંહે જણાવ્યુ હતું કે, અમદાવાદથી વારાણસીનુ વિમાન સેવાનુ ભાડુ અત્યારે ૩૬૦૦ રાખવામાં આવ્યુ છે. તેમણે જણાવ્યુ હતું કે અમદાવાદથી વારાણસી વચ્ચેની આ વિમાન સેવા રવિવારને બાદ કરતા સપ્તાહના તમામ છ દિવસ ઉપલબ્ધ રહેશે. તેમણે જણાવ્યુ હતું કે, આગામી દિવસોમાં સુરતથી વારાણસી વચ્ચે પણ સીધી વિમાની સેવા શરૂ કરવાની અમારી યોજના છે. આ માટે કેનેડાથી નવુ પ્લેન મંગાવવામાં આવ્યુ છે.