Not Set/ પાકિસ્તાનના એરફોર્સ ચીફે અમેરિકાને આપી ધમકી, જાણો

પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેના સંબંધો દિવસેને દિવસે વધુ વણસી રહ્યા છે. અમેરિકા તરફથી પાકિસ્તાનમાં આતંકીઓ સામે લાદેન-૨ કરવાની ચેતવણી અપાયા બાદ પાકિસ્તાન પણ રોસે ભરાયુ છે. ત્યારે હવે પાકિસ્તાની એરફોર્સના ચીફ સોહેલ અમાને પાકિસ્તાની એર સ્પેસનો ભંગ કરનાર કોઈપણ અમેરિકન ડ્રોન વિમાનને તોડી પાડવાના આદેશ આપ્યા છે. એરફોર્સના ચીફ સોહેલ અમાને જવાનોને આદેશ આપતા જણાવ્યુ […]

World

પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેના સંબંધો દિવસેને દિવસે વધુ વણસી રહ્યા છે. અમેરિકા તરફથી પાકિસ્તાનમાં આતંકીઓ સામે લાદેન-૨ કરવાની ચેતવણી અપાયા બાદ પાકિસ્તાન પણ રોસે ભરાયુ છે. ત્યારે હવે પાકિસ્તાની એરફોર્સના ચીફ સોહેલ અમાને પાકિસ્તાની એર સ્પેસનો ભંગ કરનાર કોઈપણ અમેરિકન ડ્રોન વિમાનને તોડી પાડવાના આદેશ આપ્યા છે.

એરફોર્સના ચીફ સોહેલ અમાને જવાનોને આદેશ આપતા જણાવ્યુ હતું કે, “પાકિસ્તાની અવકાશ સીમામાં પ્રવેશનાર કોઈપણ ડ્રોન વિમાન તોડી પાડો તે પછી અમેરિકાનુ પણ કેમ ન હોય”. અમે કોઈને પણ પોતાની વાયુસીમામાં ઘૂસવાની મંજૂરી આપી શકીએ તેમ નથી. જે અમારી વાયુ સીમામાં પ્રવેશ કરશે અને અમારી સંપ્રભુતા માટે ખતરો ઉભો કરશે તો અમે તેને તોડી પાડીશુ.

આ જાહેરાત એવા સમયે થઈ છે જ્યારે બે સપ્તાહ પહેલા જ અમેરિકન ડ્રોન વિમાને અફઘાનિસ્તાન સરહદે અડીને આવેલ પાકિસ્તાનના આદિવાસી વિસ્તારમાં આવેલ એક આતંકી કેમ્પને નિશાન બનાવ્યુ હતુ. આ હુમલામાં ત્રણ આતંકીઓ ઠાર થયા હતા. આ હુમલાનો પાકિસ્તાન દ્વારા વિરોધ કરાયો હતો. આમ તો પાકિસ્તાન હંમેશા પોતાની ધરતી પર ડ્રોન હુમલાનો વિરોધ કરતુ આવ્યુ છે. પરંતુ ક્યારેય તેમણે અમેરિકાને આ રીતે ખુલ્લી ધમકી આપવાની હિમ્મત કરી નથી. ત્યારે પ્રથમ વખત પાકિસ્તાને આ મુજબની ધમકી આપી છે. મહત્વનું છે કે, અમેરિકા છેલ્લા ૧૩ વર્ષથી પાકિસ્તાનમાં સતત ડ્રોન હુમલા કરતુ આવ્યુ છે.