પીએમ મોદી આજે તેમના 69 માં જન્મદિવસ પર ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે તેમના બંદોબસ્તની ખૂબ જ તૈયારીઓ કરવામાં આવી છે. નર્મદાની પૂજા કરવા કેવડિયા આવેલા પીએમ મોદીના VVIP બંદોબસ્તમાં આવેલા નવસારીના પીએસઆઈ નિલેશ ફીણવીયાએ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે.
મળતી માહિતી અનુસાર પીએસઆઈ નિલેશ ફીણવીયાએ પોતાના કપાળમાં તેમના સાથી સબ ઈન્સપેક્ટરની સર્વિસ રિવોર્વલ વડે ગોળી મારી આપઘાત કર્યો છે. આ ઘટનાની જાણકારી મળતાં સીનિયર પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
આ ઘટના કેવડિયાના VVIP સર્કિટ હાઉસના પહેલા માળે બની હતી.જ્યાં ગુજરાતના મંત્રી મંડળના સભ્યો અને સીનિયર આઈએએસ આઈપીએસ અધિકારીઓને રાખવામાં આવ્યા હતા
આપને જણાવી દઈએ કે સુરતના રહેવાસી અને નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં સબ ઈન્સપેક્ટર એન સી ફીણવિયા ફરજ બજાવતા હતા. તે દરમિયાન તેમની સામે ખાતાકિય તપાસ શરૂ થતાં તેમને ફરજ મોકુફી ઉપર ઉતારી દેવામાં આવ્યા હતા. તાજેતરમાં તેમને ફરજ પર પાછા લેવાનો આદેશ થયો હતો.
જો કે તેમને લીવ રિઝર્વમાં મુકવામાં આવ્યા હતા. પીએમ મોદી સ્ટેચ્યૂ ઓફ યુનીટીની મુલાકાતે આવવાના હોવાને કારણે રાજ્યભરમાંથી પોલીસ અધિકારીઓ અને જવાનોને VVIP બંદોબસ્ત માટે કેવડિયા મોકલવામાં આવ્યા હતા. જેમાં ફીણવિયાનો પણ સમાવેશ થયો હતો.

નવસારીના અન્ય પોલીસ સબ ઈન્સપેક્ટર એમ બી કોંકણી ખાનગી કપડામાં બંદોબસ્તમાં હતા. તેમની પાસે કન્સિવ વેપન હતું. પીએસઆઈ ફીણવિયાએ મારે વેપન સાથે ફોટો પાડવો છે તેવું કહી કોંકણી પાસે તેમની સર્વિસ પિસ્તોલ માગી હતી અને પિસ્ટલ હાથમાં આવતા તેમણે બે આંખોના ઉપરના ભાગે કપાળમાં પિસ્ટલ ગોઠવી ટ્રીગર દબાવી દીધું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
