Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

જુનાગઢ/ તોડકાંડ મામલે PI તરલ ભટ્ટના ઘરે દરોડા પાડ્યા, ન્યૂડ કોલ કેસની ફરી થશે તપાસ

જૂનાગઢ તોડકાંડ કેસમાં ATSની તપાસ તેજ બની છે. જેના પગલે તપાસ એજન્સીઓએ અમદાવાદમાં પીઆઈ તરલ ભટ્ટના ઘરે દરોડા પાડ્યા છે.

February 1, 2024February 1, 2024Maya Sindhav
Top Stories Gujarat Others
  • જુનાગઢ : PI તરલ ભટ્ટની મુશ્કેલી વધારો
  • માણાવદર ન્યૂડ કોલ કેસની ફરી થશે તપાસ
  • તરલ ભટ્ટ દ્વારા કેસની કરાઈ હતી તપાસ

Junagadh News: જૂનાગઢ તોડકાંડ કેસમાં ATSની તપાસ તેજ બની છે. જેના પગલે તપાસ એજન્સીઓએ અમદાવાદમાં પીઆઈ તરલ ભટ્ટના ઘરે દરોડા પાડ્યા છે. તરલ ભટ્ટ સહિતના આરોપીઓને શોધવા એટીએસની અલગ-અલગ ટીમો તૈનાત કરવામાં આવી છે. તોડકાંડ સંબંધિત પુરાવા એકત્ર કરવા માટે શોધખોળ હાથ ધરવામાં આવી છે. મહત્ત્વનું છે કે, જૂનાગઢ તોડકાંડની ફરિયાદ પીઆઇ તરલ ભટ્ટ, SOG પીઆઇ એ.એમ.ગોહિલ અને ASI દિપક જાની વિરુદ્ધ 26મી જાન્યુઆરીના રોજ નોંધવામાં આવી હતી. જે બાદ બન્ને પીઆઇ અને ASI ત્રણેય ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.

અમદાવાદના માધુપુરામાં 2500 કરોડના ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ થયો હતો. સટ્ટા માટે 1,000થી વધુ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરાયો હતો. ત્યારે આ કેસની તપાસમાં તરલ ભટ્ટે તમામ બેંક એકાઉન્ટની માહિતી મેળવી હોવાનું સામે આવ્યુ છે. કેસની તપાસ ટ્રાન્સફર થયા બાદ પણ તરલ ભટ્ટે માહિતી છૂપાવી હોવાનું પણ ખુલ્યુ છે. PCB દ્વારા SMCને 535 બેન્ક એકાઉન્ટની જ વિગતો આપવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે જૂનાગઢ બદલી બાદ તરલ ભટ્ટે પેન ડ્રાઈવમાં સટ્ટાકાંડના 1,000 બેંક ખાતાંની વિગતો સાચવી રાખી હતી.

તોડકાંડના કથિત આરોપી પૂર્વ પીઆઈએ આગોતરા જામીન અરજી કરી છે. તરલ ભટ્ટે જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કરી આગોતરા માટેની અરજી કરી છે. જેમા તેણે જણાવ્યુ છે કે, આ કેસમાં પોતાને ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યો છે. આ સાથે આગોતરા જામીન અરજીમાં પોતાને બદનામ કરવાનું કાવતરું હોવાનું પણ ઉલ્લેખ છે. આજે જુનાગઢ જીલ્લાના મુખ્ય ન્યાયાધીશની કોર્ટમાં સુનાવણી થશે. ગુજરાત ATS ના અધિકારીઓ ત્યાં હાજર રહે તેવી શક્યતા.

તોડકાંડમાં અમદાવાદ માધુપુરા કેસનું કનેક્શન પણ સામે આવી શકે છે. અમદાવાદના માધુપુરામાં 2500 કરોડના ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ થયો હતો. સટ્ટા માટે 1,000થી વધુ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરાયો હતો. આ કેસની તપાસમાં તરલ ભટ્ટે તમામ બેંક એકાઉન્ટની માહિતી મેળવી હોવાનું સામે આવ્યુ છે. કેસની તપાસ ટ્રાન્સફર થયા બાદ પણ તરલ ભટ્ટે માહિતી છૂપાવી હોવાનું પણ ખુલ્યુ છે.

મહત્વનું છે કે જુનાગઢ તોડકાંડમાં ગુજરાત ATS દ્વારા DIG દીપન ભદ્રનના સુપર વિઝનમાં વિશેષ ટીમ બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે. આ તોડકાંડમાં જુનાગઢ માણાવદરના સર્કલ પોલીસ ઈન્સપેક્ટર તરલ ભટ્ટ, SOG પોલીસ એ.એમ. ગોહિલ અને ASI દીપક જાનીની ત્રિપુટીએ મળીને સૌથી મોટો તોડબાજી આચરી હોવાનું સામે આવ્યુ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મની એક્સચેન્જની આડમાં શંકાસ્પદ નાણાકીય વ્યવહારો ઝડપાયા

આ પણ વાંચો:અડાજણમાં 22 વર્ષીય પરિણીતાનો આપઘાત, પરિવારે ન્યાયની માગ કરી

આ પણ વાંચો:પાનના ગલ્લાની રૂપિયા 4500ની ઉઘરાણીમાં યુવાનને સરેઆમ રહેંસી નાંખ્યો

Post navigation

દારૂ પીવડાવી કર્યો સામૂહિક બળાત્કાર, પાંચ હેવાનો સામે ચાર્જશીટ, વધુ ત્રણ નામો આવ્યા સામે
આઝાદી બાદ દેશની ટેક્સ સિસ્ટમમાં કેટલો ફેરફાર આવ્યો તે જાણો

More Posts

Not Set/ સુરત/ ડાયમંડ પર તૈયાર થયેલા ભારતના નકશામાં વડાપ્રધાન મોદીની પ્રતિકૃતિ અંકિત

January 11, 2020padma prajay

aesia cup/ ભારતીય ટીમે વિદેશી ધરતી પર રચ્યો ઈતિહાસ,બાંગ્લાદેશને હરાવી એશિયા કપ જીત્યો

June 21, 2023garima rao

Relief Package/ બિપોરજોય વાવાઝોડાથી થયેલ નુક્સાનને લઈને ખેડૂતો માટે રાજય સરકારે રૂ.240 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું

July 14, 2023garima rao

VADODRA NEWS/ વડોદરામાં આર્મીની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ રાહત કામગીરી

August 29, 2024Nikunj Patel

Not Set/ હિમાચલ પ્રદેશમાં ભયંકર અકસ્માત : રોહતાંગની ખીણમાં પડી સ્કોર્પિયો, 11 લોકોનાં મોત

August 23, 2018Jay Mehta

Not Set/ કેન્દ્ર સરકાર કુમાર વિશ્વાસના દાવાની તપાસ કરાવશે,અમિત શાહે ચન્નીના પત્રનો આપ્યો જવાબ

February 18, 2022mustak malik
Congress protest

congress protest/ દેશમાં સતત વધતી મોંઘવારીને લઈને અમદાવાદમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

June 18, 2022Rahul Rathod

Ahmedabad/ બે બાળકની અન્નનળી અને શ્વાસનલીમાં ફસાયેલું બીજ કરાયું દૂર

July 14, 2024Nikunj Patel

Not Set/ પાકિસ્તાન માટે જાસૂસી કરવા બદલ ભારતીય નૌકાદળનાં 7 જવાનોની ધરપકડ

December 20, 2019Bhavesh Vyas

Not Set/ રાજકોટ/ શિક્ષકે વિદ્યાર્થીને અપશબ્દો કહી માર્યો માર, ઘટના CCTVમાં થઇ કેદ

February 2, 2020Maya Sindhav
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy