Not Set/ પીએમ મોદી જ ભારતીય જનતા પાર્ટીનું ઘોષણાપત્ર, પાર્ટી તો CD બનાવવામાં વ્યસ્ત છે : હાર્દિક પટેલ

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હાલ ગણતરીના કલાકો બાકી છે. મતદાનની અંતિમ ઘડી સુધી પણ ભારતીય જનતા પાર્ટીએ પોતાનું ચુંટણી ઘોષણાપત્ર બહાર પાડ્યું નથી. આ ચુંટણીમાં બીજેપી ઘોષણાપત્ર જાહેર કર્યા વગર જ ચુંટણી લડી રહી છે. ત્યારે પાસ કન્વીનર હાર્દિક પટેલે બીજેપી પર નિશાન સાધ્યું છે. બીજેપી પર હૂમલો બોલતા હાર્દિક પટેલે ટ્વીટ દ્વારા […]

Top Stories

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હાલ ગણતરીના કલાકો બાકી છે. મતદાનની અંતિમ ઘડી સુધી પણ ભારતીય જનતા પાર્ટીએ પોતાનું ચુંટણી ઘોષણાપત્ર બહાર પાડ્યું નથી. આ ચુંટણીમાં બીજેપી ઘોષણાપત્ર જાહેર કર્યા વગર જ ચુંટણી લડી રહી છે. ત્યારે પાસ કન્વીનર હાર્દિક પટેલે બીજેપી પર નિશાન સાધ્યું છે.

બીજેપી પર હૂમલો બોલતા હાર્દિક પટેલે ટ્વીટ દ્વારા જણાવ્યું કે, “સીડી બનાવવાના ચક્કરમાં ભાજપ ઘોષણાપત્ર બનાવવાનું ભૂલી ગઈ છે. કાલે વોટીંગ છે. ગુજરાતમાં વિકાસની સાથે સાથે ચુંટણીનું ઘોષણાપત્ર પણ ગાયબ છે. સાહેબ કોઈ કાઈ પણ નહિ કે, તમે એકવાર ઘોષણાપત્ર પોતાની શૈલીમાં ફેકી દો”.

મહત્વનું છે કે, કોંગ્રેસ દ્વારા પણ ચુંટણીને અંતર્ગત એક ઘોષણાપત્ર બહાર પાડવામાં આવ્યું છે અને ખેડૂતોની લોન માફી, ફિક્સ પગારમાંથી મુક્તિ, વીજળી બીલમાં ૫૦ % રાહત જેવા અનેક દાવાઓ કરવામાં આવ્યા છે.