Not Set/ કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ અમદાવાદમાં- જુઓ કોની કોની સાથે બેઠક કરી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પહેલા કેન્દ્રીય ચૂંટણી પંચની એક ટીમ અમદાવાદમાં છે.ત્યારે અમદાવાદ એનેક્ષી ખાતે પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ચૂંટણી પંચની ટીમે અમદાવાદ કલેકટર મુખ્ય સચિવ અને રાજ્ય પોલીસ વડા સાથે બેઠક કરી છે.આ બેઠકમાં બીએસએફના આઈજી અજય તોમર પણ ઉપસ્થિત રહ્યા છે. ચૂંટણી પંચની આ ટીમે ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓ સાથે પણ […]

Gujarat

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પહેલા કેન્દ્રીય ચૂંટણી પંચની એક ટીમ અમદાવાદમાં છે.ત્યારે અમદાવાદ એનેક્ષી ખાતે પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ચૂંટણી પંચની ટીમે અમદાવાદ કલેકટર મુખ્ય સચિવ અને રાજ્ય પોલીસ વડા સાથે બેઠક કરી છે.આ બેઠકમાં બીએસએફના આઈજી અજય તોમર પણ ઉપસ્થિત રહ્યા છે. ચૂંટણી પંચની આ ટીમે ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓ સાથે પણ બેઠક કરી. આ બેઠકમાં અન્ય સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા.મહત્વનું છે કે ગઇકાલે પણ પંચની ટીમને વિવિધ પક્ષના લોકો મળ્યા હતા. તેમણે પોતાની રજુઆતો પંચ સમક્ષ કરી હતી.આજે પણ કેન્દ્રીય ચૂંટણી પંચની બેઠકનો દોર ચાલી રહ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશન એ કે જોતિ સહિતના ઉચ્ચ અધિકારીઓ બેઠક કરી રહ્યા છે.તો બીજી તરફ સાંજે પત્રકાર પરિષદ યોજી સંવાદ કરશે.