Amreli News : અમરેલીમાં અગરબત્તી ઈન્ડસ્ટ્રીઝમાં વિકરાળ આગ લાઘી છે. લાઠીના કેરાળાના પાટીયા નજીક આગની આ ઘટના બની છે. જેમાં કારખાનામા 100 ટન લાકડા હોવાની માહિતી જાણવા મળી છે. આ અંગે જાણ કરાતા અમરેલી ફાયરબ્રિગેડના બે ફાયર ભાઈટર ઘટનાસ્થલે પહોંચ્યા હતા.ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવવા પ્રયાસ શરૂ કર્યું હતું.
જેમાં ફાયર વિભાગે 50000 લિટર પાણી નો મારો ચલાવ્યો હતો. કારખાનામાં મોટુ નુકશાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સદનસીબે કોઇ જાનહાનીના સમાચાર નથી.
આ પણ વાંચો:પહલગામમાં આતંકવાદી હુમલા બાદ પીએમ મોદીએ અમિત શાહ સાથે કરી વાત,
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર હુમલો, આતંકવાદીઓએ કર્યો ગોળીબાર : એકનું મોત
