સ્વતંત્રતા દિવસ પર રાજધાનીમાં ખેડૂતોના આંદોલન સંબંધિત કોઈ કાર્યક્રમનું આયોજન ન કરવાની ખેડૂતોના નેતાઓ દ્વારા જાહેરાત કરવામાં આવી હોવા છતાં દિલ્હી સરહદ પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.પોલીસ સૂત્રોએ શનિવારે જણાવ્યું હતું કે, ખેડૂત નેતાઓએ રવિવારે દિલ્હીમાં કાર્યક્રમોનું આયોજન ન કરવાની અને ધરણા સ્થળો પર શાંતિથી ધ્વજ ફરકાવવાની આઝાદીની ઉજવણીમાં ભાગ લેવાની વાત કરી છે પરંતુ ભૂતકાળનો અનુભવ તેનાથી વિપરીત છે. 26 જાન્યુઆરીની સરખામણીએ રાજધાનીની સરહદો પર વધુ તકેદારી રાખવામાં આવી રહી છે જેથી કોઈ પણ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને અંજામ આપવાની તક ન મળે.
વધુમાં જણાવ્યું હતું કે દિલ્હી પોલીસના કર્મચારીઓ ઉપરાંત, કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની વધારાની તૈનાતી તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો દ્વારા સુરક્ષા મોનિટરિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે અભેદ્ય સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે કે સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન કોઈ પણ અઘટિત ઘટના ના ઘટે.
કિસાન શક્તિ સંઘના પ્રમુખ પુષ્પેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે, આંદોલનકારી ખેડૂતો, જેઓ મહિનાઓથી દિલ્હીની સરહદો પર ધરણા કરી રહ્યા છે, તેમનો 15 ઓગસ્ટના રોજ દિલ્હી સરહદમાં પ્રવેશવાનો કોઈ ઈરાદો નથી. ઘટના સ્થળો પર જ તિરંગો ફકાવીને રાષ્ટ્રીય ઉત્સવમાં ભાગ લેશે બાદમાં ઠેર ઠેર રેલીઓ કાઢીને સરકાર સુધી તેમનો અવાજ પહોંચાડવાની પ્રક્રિયા ચાલુ રહેશે.ડૂતો રેલીઓ, ટ્રેક્ટર રેલીઓ, મોટરસાઇકલ રેલીઓ અને અન્ય કાર્યક્રમો દ્વારા દિલ્હીની સરહદોની બહાર અવાજ ઉઠાવશે. તમામ કાર્યક્રમો શાંતિપૂર્ણ રીતે કરવામાં આવશે. તોફાની તત્વોને તક ન મળે તે માટે વધુને વધુ તકેદારી રાખવામાં આવી રહી છે.
