ભાજપે વધુ ત્રણ ઉમેદવાર જાહેર કર્યા છે અને આ સાથે હવે વડોદરાની ફક્ત માંજલપુર પર જ પેચ ફસાયો છે. માંજલપુરમાં આ વખતે યોગેશ પટેલની ટિકિટ કપાય તેવી સંભાવના છે. આ બેઠક માટે પાટીદાર અને વૈષ્ણવ સમાજ બંનેએ ટિકિટ માંગી છે. ભાજપે ખેરાલુથી સરદારસિંહ ચૌધરીને ટિકિટ આપી છે. આમ ખેરાલુથી હર્ષલ ઠાકોરની ટિકિટ આ વખતે કપાઈ છે. માંજલપુરની બેઠક પર નામ જાહેર થવાની સાથે ભાજપની વિધાનસભા ચૂંટણીની ઉમેદવાર યાદી પૂરી થઈ જશે. માણસાથી જયંતિથી પટેલને ટિકિટ આપી છે. માણસામાં કોંગ્રેસના સુરેશ પટેલે નબળી તબિયતનું બ્હાનુ હાઠ ધરીને ચૂંટણી લડવાની ના પાડી છે. ગરબાડાથી મહેન્દ્ર ભાભોરને ટિકિટ આપવામાં આવી છે. દાહોદની અનુસૂચિત જનજાતિની બેઠક પર કોંગ્રેસના ચંદ્રિકાબેન સામે મહેન્દ્ર ભાભોરને ટિકિટ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દાહોદની આ બેઠક કોંગ્રેસનો ગઢ મનાય છે અને ચંદ્રિકાબેન કેટલીય વખતથી ચૂંટાઈ આવ્યા છે.
