Ahmedabad News/ અમદાવાદના સરદાર નગર વિસ્તારમાં હત્યા

અમદાવાદ જાણે અસામાજિક તત્વોના હવાલે થઈ ગયું હોય તેવી સ્થિતિ છે. અમદાવાદના સરદારનગર વિસ્તારમાં હત્યાની ઘટના બની છે. 42 વર્ષીય ભરત ઠાકોર નામની વ્યક્તિની ક્રૂર કરવામાં આવી છે.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News: અમદાવાદ જાણે અસામાજિક તત્વોના હવાલે થઈ ગયું હોય તેવી સ્થિતિ છે. અમદાવાદના સરદારનગર વિસ્તારમાં હત્યાની ઘટના બની છે. 42 વર્ષીય ભરત ઠાકોર નામની વ્યક્તિની ક્રૂર કરવામાં આવી છે. ગઇકાલે મોડી રાત્રે અસામાજિક તત્વોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. ઓમપ્રકાશ તિવારી સ્કૂલ પાસે હત્યાની ઘટના બની હતી.

આ ઘટનાના પગલે સરદાર નગર પોલીસ તરત જ દોડતી થઈ ગઈ હતી. આરોપી પકડાય નહીં ત્યાં સુધી લાશ સ્વીકારવા કુટુંબે ઇન્કાર કરી દીધો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસને લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાનું લાગી રહ્યુ છે. હત્યાના બનાવના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ તપાસમાં જોડાયા છે. આ બનાવ અંગે મળેલી વિગત મુજબ પોલીસે શંકાસ્પદની ધરપકડ કરી છે, પણ હજી તેમા બીજા લોકો પણ સામેલ હોય તેમ પોલીસને લાગે છે. તેથી આ કેસમાં પોલીસ હજી પણ વધુ તપાસ કરી રહી છે.

પોલીસે આ ઉપરાંત મૃતકનો મોબાઇલ ફોન પણ તેના કબ્જામાં લીધો છે. તે મોબાઇલ કોલ ડિટેલની પણ તલાશ કરી રહી છે. મોબાઈલ કંપની પાસેથી મૃતકની હત્યાના દિવસની કોલ ડિટેલ મંગાવાઈ છે. ઉપરાંત મૃતકનો કોઈની સાથે ઝગડો થયો હતો કે કોઈ વિવાદ થયો છે તે એન્ગલને પણ પોલીસ ચકાસી રહી છે. પોલીસ કૌટુંબિક વિખવાદની બાબતને પણ ચકાસી રહી છે અને તેને લઈને સગાસંબંધી અને મિત્રોની પૂછપરછ પણ ચાલુ કરી દીધી છે. પોલીસે હત્યાની ઘટના બની તેની આસપાસના વિસ્તારોમાં સીસીટીવીના ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યુ છે, જેથી આ કેસમાં તેને વધારે માહિતી સાંપડે. આ ઉપરાંત મૃતકને પહેલા કોઈ ધમકી મળી હતી કે નહીં તે બાબત પણ પોલીસ જોઈ રહી છે. તેની સાથે મૃતકનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ હતો કે નહીં તેની પણ પોલીસે ચકાસણી કરી રહી છે. આ ઉપરાંત વ્યાજખોરોનો એન્ગલ પણ પોલીસ ચકાસી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં જમીન દલાલની હત્યાનો મામલો પોલીસે 24 કલાકમાં ઉકેલ્યો, હત્યારાની ધરપકડ

આ પણ વાંચો: અમદાવાદમાં સગા દીકરાએ જ કરી પિતાની ઘાતકી હત્યા, પૂર્વ વિસ્તારમાં ચકચાર મચી

આ પણ વાંચો: અમદાવાદમાં બોપલમાં વધુ એક હત્યા, સીનિયર સિટિઝનનું માથું છૂંદી નંખાયું