Ahmedabad News: અમદાવાદ(Ahmedabad)ના પૂર્વ વિસ્તારમાં સગા દીકરાએ જ પિતાની ઘાતકી હત્યા (Murder) કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વસ્ત્રાલના શિવમ આવાસ યોજનામાં ચપ્પાના ઘા ઝીંકી પિતાની ક્રૂરતાપૂર્વક હત્યા કરતાં રામોલ પોલીસ (Ramol Police) દોડતી થઈ હતી. પોલીસે દીકરાની ધરપકડ કરી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
રાત્રે આશરે સવા આઠ વાગ્યે પુત્ર હાજર હતો ત્યારે મહિલાનો પતિ મિનેશભાઈ ઘરે આવી તેની સાથે ઝઘડો કર્યો હતો, જેથી દીકરાએ તેના પિતનાને તમો મમ્મી સાથે ઝઘડો ન કરો કહી સમજાવતો હતો. તો પતિએ દીકરા અલ્પેશ સાશે મારામારી કરવા લાગ્યો હતો. જેથી પિતા-પુત્ર ઝપાઝપી કરવા લાગ્યા હતા. જેથી આવેશમાં આવી અલ્પેશ ઘરમાં દોડી જઈ મંદિર પાસે પડેલ ચપ્પુ લાવી પતિ મિનેશને ઉપરા છાપરી છાતીના ભાગે ઘગા મારી દીધા હતા. શરીરના અંગો પર ઊંડા ઘા વાગતા તેના પિતા લોહીલુહાણ થઈ ગયા હતા.
તેના પિતાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી પુત્રની ધરપકડ કરી હતી. તેમજ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:કાગડાપીઠમાં પ્રેમસંબંધમાં હત્યાનો ચોંકાવનારો બનાવ : છરીના ઘા મારીને કર્યુ મર્ડર
આ પણ વાંચો:મારવાડી યુનિવર્સિટીમાં તેલંગણાના વિદ્યાર્થીની આત્મહત્યા