Not Set/ ઉત્તરપ્રદેશ : બોર્ડની પરીક્ષામાં છેલ્લા ૪ દિવસમાં રેકોર્ડ ૧૦ લાખ વિદ્યાર્થીઓએ લીધો ડ્રોપઆઉટ

ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશમાં યોજાઈ રહેલી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ એકઝામમાં ગેરરીતિ આચરનારા વિદ્યાર્થીઓ પર શિક્ષણ વિભાગ દ્વારા લગામ લગતી જોવા મળી રહી છે. યોગી સરકારમાં શિક્ષણ વિભાગ દ્વારા કવાયત હાથ ધરાતા રાજ્યમાં છેલ્લા ૪ દિવસ દરમિયાન રેકોર્ડ ૧૦ લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા છોડી દીધી છે. બોર્ડની એક્ઝામમાં અયોગ્ય સાધનોનો ઉપયોગ કરતા કેટલાક શિક્ષણ […]

Top Stories

ઉત્તર પ્રદેશ,

ઉત્તર પ્રદેશમાં યોજાઈ રહેલી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ એકઝામમાં ગેરરીતિ આચરનારા વિદ્યાર્થીઓ પર શિક્ષણ વિભાગ દ્વારા લગામ લગતી જોવા મળી રહી છે. યોગી સરકારમાં શિક્ષણ વિભાગ દ્વારા કવાયત હાથ ધરાતા રાજ્યમાં છેલ્લા ૪ દિવસ દરમિયાન રેકોર્ડ ૧૦ લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા છોડી દીધી છે. બોર્ડની એક્ઝામમાં અયોગ્ય સાધનોનો ઉપયોગ કરતા કેટલાક શિક્ષણ માફિયાઓ સામે પગલા લેવામાં આવી રહ્યા છે. આ આંકડો ગત વર્ષ કરતા પરીક્ષામાંથી બહાર પડતા પાંચ લાખથી વધુ વિદ્યાર્થીઓ કરતા બમણો છે.

ઉત્તર પ્રદેશમાં આ વર્ષે ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની એકઝામમાં કુલ ૬૬ લાખ વિદ્યાર્થીઓ રજીસ્ટર થયા હતા. આ પરીક્ષા ૬ ફેબ્રુઆરીના રોજ શરુ થઇ છે અને શરુ થયાના માત્ર ૪ દિવસમાં જ ૧૫ ટકાથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાંથી બહાર થઇ ચુક્યા છે. ત્યારે એક મહિના સુધી ચાલનારી આ પરીક્ષામાં આ આંકડો વધી શકે છે. નોધનીય છે કે, ધોરણ ૧૦ની પરીક્ષા ૨૨ ફેબ્રુઆરી જયારે ધોરણ ૧૨ની પરીક્ષા ૧૨ માર્ચના રોજ સમાપ્ત થઇ રહી છે.

શુક્રવારે ધોરણ ૧૦માં અંગ્રેજી અને ધોરણ ૧૨માં ગણિતના વિષયની પરીક્ષા હતી, જયારે શિક્ષણ વિભાગના સુત્રો દ્વારા જણાવ્યા મુજબ, આ બે વિષયમાં વિદ્યાર્થીઓનો એક્ઝામ છોડવાનો આંકડો સૌથી વધુ હતો. આ પહેલા બોર્ડની એકઝામમાં સૌથી વધુ વિદ્યાર્થી ડ્રોપઆઉટનો આંકડો ૨૦૧૬માં નોધાયો હતો, જેમાં ૬.૪ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા છોડી હતી.

આ પહેલા ૧૯૯૧ અને ૧૯૯૨માં હાલના કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ જયારે યુપી સરકારમાં શિક્ષણમંત્રી હતા ત્યારે તેઓએ યુપીમાં બોર્ડની એકઝામમાં ગેરરીતિ સમાપ્ત કરવા માટે એન્ટી-કોપિંગ કાયદો બનાવ્યો હતો. આ વર્ષ દરમિયાન પરીક્ષામાં ડ્રોપઆઉટનો આંકડો અનુક્રમે ૧.૩ લાખ અને ૧.૬ લાખ રહ્યો હતો.