Ahmedabad News/ કાગડાપીઠમાં પ્રેમસંબંધમાં હત્યાનો ચોંકાવનારો બનાવ : છરીના ઘા મારીને કર્યુ મર્ડર

પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં આવેલી ઊંટવાળી ચાલીમાં રાત્રે એક યુવકની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. કાગડાપીઠ વિસ્તારમાં ઊંટવાળી ચાલીમાં કિરણ ચૌહાણ સહિત 2 શખ્શોએ નીતિન પઢિયાર નામના યુવકની હત્યા કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર પત્ની સાથેના પ્રેમસંબંધમાં હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. છરીના ઘા મારીને નીતિન પઢિયારની હત્યા કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ કિરણ ચૌહાણ સહિત બે શખ્સોએ નીતિન પઢિયાર નામના યુવક પર છરી વડે વારંવાર હુમલો કરીને તેનું મોત નિપજાવ્યું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ હત્યા પાછળ પત્ની સાથેના પ્રેમસંબંધ હોવાનું મનાય છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

કાગડાપીઠ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ, હત્યાના કારણો જાણવા માટે પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસ ટીમ દોડતી થઈ છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરીનો નવો કિમીયો,રો-રો ફેરી મારફતે થતી હતી દારૂની હેરાફેરી

આ પણ વાંચો: વકીલાત સાથે દારૂની હેરાફેરી, દહેગામના વકીલ સહિત ત્રણની ધરપકડ,અન્ય15ની શોધ ચાલુ

આ પણ વાંચો: ગીર સોમનાથમાં પોલીસ કર્મીઓ દારૂની હેરાફેરી કરતા ઝડપાયા