Gujarat Weather/ ગુજરાતમાં અતિભારે વરસાદ પડશે, વાતાવરણમાં મોટો પલટો આવશે

11 મેના રોજ ભારે પવનથી શરૂ થશે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે.

Top Stories Gujarat

Gujarat Weather News: હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે ભર ઉનાળે વરસાદની આગાહી કરી છે. વંટોળ સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યમાં 50થી 60 કિલોમીટરની ઝડપે ભારે પવનો ફૂંકાશે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતમાં વીજળીના કડાકા સાથે તોફાની-કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે 3મે થી 10મે સુધી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાની આગાહી કરવામાં આવી છે. 4મે થી 8મે સુધી સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ પડશે. આજે કચ્છ અને બનાસકાંઠા, સાબરકાંઠા જીલ્લામાં પણ કમોસમી વરસાદ અને આવતીકાલે રાજ્યના 15 જીલ્લામાં માવઠાાની આગાહી આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં તોફાન સાથે વરસાદ (Heavy rain)ની આગાહી કરી છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન ફૂંકાશે.  કેટલાક વિસ્તારોમાં 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે. કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે વરસાદ થશે. આગામી 6થી 10 મે અતિભારે વરસાદ (Heavy rain)ની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં માવઠું આવશે. બાગાયતી પાકોને અસર થાય તેવો કમોસમી વરસાદ પડશે. 11 મેના રોજ ભારે પવનથી શરૂ થશે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી (Pre-Monsoon Activity) શરૂ થશે.

3 થી 10 મે, 2025ની વચ્ચે રાજ્યના ઘણા વિસ્તારોમાં પવન ફૂંકાઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં આજે ખેડૂતોએ દરિયો ન ખેડવા IMD દ્વારા સૂચના અપાઈ છે. હવામાન નિષ્ણાતે વધુમાં જણાવ્યું હતું કે દક્ષિણ પાકિસ્તાન ઉપર એક સિસ્ટમ રચાઈ રહી છે. જેના કારણે 3 થી 9 મે દરમિયાન વાવાઝોડા (Cyclone) આવશે અને તેની અસર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને પૂર્વી કચ્છ પર પડશે. રાજ્યમાં પવનની ગતિ 30-35 કિમી પ્રતિ કલાક રહેશે. રાજસ્થાન તરફ ચક્રવાતી પરિભ્રમણ અને પશ્ચિમી વિક્ષોભને કારણે વરસાદની અપેક્ષા છે.

3 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

4 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગરમાં 4 મેના રોજ ગાજવીજ સાથે વરસાદ પડશે.

Cloudy day,weather,clouds,sun,sunshine - free image from needpix.com

5 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં માવઠું જોવા મળશે.

6 મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, અમનગર, અમનગર અને રાજકોટમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.

8 મેના રોજ કચ્છમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મોરબી, બોટાદ, આણંદ, વડોદરા, ભરૂચ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદ વરસશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગરમીનો પારો ઊંચે જશે! ધુમ્મસભર્યુ વાતાવરણ રહેશે

આ પણ વાંચો:ભીષણ ગરમીથી રક્ષણ મેળવવા આ 5 બાબતોનું રાખો ધ્યાન

આ પણ વાંચો:હવામાન વિભાગની આગાહી, તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો થશે વધારો