Gandhinagar News/ ગાંધીનગરની સરકારી શાળામાં યુવકનો લટકતો મૃતદેહ મળ્યો, FSL તપાસમાં જોડાઈ

ગાંધીનગરના સેક્ટર-6 વિસ્તારમાં આવેલી સરકારી શાળા ((Sector 6 School))ના પટાંગણમાં 27 વર્ષીય યુવકનો મૃતદેહ મળતા ચકચાર મચી. FSL અને પોલીસ દ્વારા તપાસ શરૂ.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Sector 6 School: મહેસાણાના યુવાનનું ગાંધીનગરમાં શંકાસ્પદ મોત

Gandhinagar News: ગાંધીનગરના સેક્ટર-6 વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળા (Sector 6 School)ના પટાંગણમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં યુવકની લાશ લટકતી હોવાની જાણ થતાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા.

Sector 6 School: શાળામાં યુવકનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો

ઘટનાની જાણ થતાં જ સેક્ટર-7 પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન મૃતકની ઓળખ 27 વર્ષીય જયદીપ રાજેશભાઈ સોલંકી તરીકે થઈ છે. તે મૂળ મહેસાણા જિલ્લાના પિલવાઈ ગામનો રહેવાસી હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, જયદીપ છેલ્લા કેટલાક સમયથી ગાંધીનગર (Sector 6 School)ના વાવોલ વિસ્તારમાં પોતાની બહેનના ઘરે રહેતો હતો અને મજૂરી કામ કરીને પરિવારને મદદરૂપ બનતો હતો. જોકે, તે કયા સંજોગોમાં રાત્રિના સમયે શાળાના પરિસરમાં પહોંચ્યો હતો અને તેની પાછળનું કારણ શું હતું તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.

Sector 6 School
Sector 6 School

મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમને પણ તપાસમાં જોડવામાં આવી છે. FSL નિષ્ણાતોએ ઘટનાસ્થળેથી વિવિધ પુરાવાઓ એકત્ર કરીને વૈજ્ઞાનિક તપાસ શરૂ કરી છે.

સેક્ટર-7 પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવી છે અને તેમના નિવેદનોના આધારે પણ તપાસ આગળ વધારવામાં આવશે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ તેમજ FSLના અહેવાલ બાદ જ મોતનું ચોક્કસ કારણ સામે આવી શકશે. હાલમાં તમામ સંભવિત પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:ગાંધીનગરના ચિલોડા ગામમાં પ્રેમી યુગલની આત્મહત્યા, ઝાડ પર લટકતા મળ્યા મૃતદેહ

આ પણ વાંચો:ગાંધીનગરમાં મહિલા કોન્સ્ટેબલની હત્યાનો શંકાસ્પદ આરોપી ઝડપાયો, નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો હતો

આ પણ વાંચો:ગાંધીનગરમાંથી મહિલા પોલીસનો નગ્ન મૃતદેહ મળ્યો, અમદાવાદમાં ફરજ બજાવતી મહિલાની હત્યાની શંકા