Gujarat Rain:ગુજરાતમાં ચોમાસું નબળુ પડી ગયું છે. રાજ્યના હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે. આગામી દિવસોમાં રાજ્યમાં હળવાથી લઈ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. 25, 26 અને 27 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આજે અમદાવાદનું તાપમાન 36 ડિગ્રી આસપાસ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજથી (22 સપ્ટેમ્બર) આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં વિવિધ ભાગોમાં ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. આજે સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. આગામી દિવસોમાં વરસાદનું જોર વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે ગુજરાતમાંથી ચોમાસું 15 થી 20 સપ્ટેમ્બરની વચ્ચે વિધિવત રીતે પૂર્ણ થવાની શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ આ વર્ષે લા નીનાની અસરને કારણે ચોમાસું લંબાઈ શકે છે. હજુ વરસાદનો વધુ એક રાઉન્ડ બાકી છે, જે આજથી શરૂ થઈ શકે છે. બંગાળની ખાડીમાં સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય હવામાન વિભાગે આગામી 22 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. તેની અસર બતાવવાનું શરૂ કરશે.
આવતીકાલથી ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં હળવા વરસાદની પણ શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની પ્રબળ શક્યતા છે. આ વરસાદ નવરાત્રિના શરૂઆતના દિવસોમાં વિક્ષેપ પાડી શકે છે. નોંધનીય છે કે, હાલમાં રાજ્યમાં મહત્તમ તાપમાન મુખ્યત્વે સામાન્ય રહ્યું છે, જોકે અમદાવાદ અને અન્ય કેટલાક જિલ્લાઓમાં દિવસ દરમિયાન સામાન્ય કરતાં એકથી બે ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાઈ રહી છે. જે હજુ આગામી 24 કલાક સુધી યથાવત રહેવાની શક્યતા છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા અનુસાર આજથી સાત દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. કારણ કે, પવનની દિશા દક્ષિણ ગુજરાતમાં નીચલા સ્તરે બદલાશે, જેના કારણે વરસાદનું પ્રમાણ વધુ રહેશે. હાલમાં ગુજરાતમાં ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનું પ્રમાણ ઓછું થઈ રહ્યું છે. જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં છોટા ઉદેપુર જિલ્લામાં સૌથી વધુ પાંચ સેન્ટિમીટર વરસાદ નોંધાયો છે.
વરસાદનો બીજો રાઉન્ડ ટકાવારીમાં વધારો કરશે. જ્યારે રાજકોટ, ભુજ સહિત વિવિધ જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરમાં ગરમીનું પ્રમાણ યથાવત રહેશે, ગુજરાતમાં સામાન્ય કરતાં 42 ટકા વધુ વરસાદ નોંધાયો છે. હજુ વરસાદનો એક રાઉન્ડ બાકી છે તેથી આ ટકાવારી પણ વધવાની શક્યતા છે.
આ પણ વાંચો:ગુજરાતમાં ચોમાસાનું થશે આગમન, હવામાન નિષ્ણાત અંબાલાલે 12જૂને વરસાદની કરી આગાહી
આ પણ વાંચો:ગુજરાતમાં ચોમાસુ વહેલું આવી શકે, હવામાન વિભાગની આગાહી