- ટોક્યો ઓલિમ્પિક બોક્સિંગમાં સતિષ કુમારની જીત
- સતીષ કુમારે જમૈકાના બ્રાઉનને 4-1 થી હરાવ્યો
- બોક્સિંગનાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા સતિષ કુમાર
ભારતીય બોક્સર સતિષ કુમારે (પ્લસ 91 કિગ્રા) ઓલિમ્પિકમાં પર્દાર્પણ કરતા પ્રથમ મેચમાં જમૈકાનાં રિકાર્ડો બ્રાઉનને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. બંને બોક્સરો માટે આ પહેલી ઓલિમ્પિક છે. સતીષે 4-1થી જીત મેેળવી છે.
આ પણ વાંચો – Tokyo Olympic 2021 / પીવી સિંધુએ ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ડને હરાવીને ઓલિમ્પિકની જીતની હેટ્રિક પૂર્ણ કરી
બે વખતની એશિયન ચેમ્પિયનશીપનાં બ્રોન્ઝ મેડલ વિજેતા સતિષ કુમારને બ્રાઉનનાં ખરાબ ફૂટવર્કનો ફાયદો મળ્યો હતો. જોકે, આ દરમ્યાન તેને માથા પર ઇજા પણ પહોંચી હતી. સતિષનો સામનો હવે ઉઝબેકિસ્તાનનાં બખોદિર જાલોલોવ સાથે થશે, જે વર્તમાન વિશ્વ અને એશિયન ચેમ્પિયન છે. જલોલોવે અઝરબૈજાનનાં મોહમ્મદ અબ્દુલ્લાયેવને 5-0થી હરાવ્યો હતો.
#TokyoOlympics2020 | Boxer Satish Kumar beats Jamaica's Ricardo Brown 4-1 in men's Super Heavy (+91kg) to qualify for quarterfinals pic.twitter.com/laslyCd8oX
— ANI (@ANI) July 29, 2021
આ પણ વાંચો – Tokyo Olympic 2021 / ભારતીય પુરુષ હોકી ટીમ આર્જેન્ટિનાને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી
કોમનવેલ્થ ગેમ્સ 2018 નાં રજત ચંદ્રક વિજેતા સતિષે બ્રાઉનને તેના જમણા હાથથી સતત પંચ લગાવીને તેને ભૂલો કરવા દબાણ કર્યું. બ્રાઉન તેને એક પણ મજબૂત પંચ સાથે ફટકારી શક્યો નહીં. 1996 પછી ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનાર જમૈકનનો પહેલો બોક્સર બ્રાઉન, ઉદઘાટન સમારોહમાં તેમના દેશનો ધ્વજ ધારણ કરનાર હતો.
#TokyoOlympics| Badminton, Women's singles Round of 16: PV Sindhu beats Denmark’s Mia Blichfeldt 21-15, 21-13 pic.twitter.com/GvaJAewICk
— ANI (@ANI) July 29, 2021
ઉલ્લેખનીય છે કે, રિયો ઓલિમ્પિક્સની સિલ્વર-મેડલ વિજેતા 13 મી ક્રમાંકિત મેળવેલ ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ડને હરાવીને ઓલિમ્પિકની જીતની હેટ્રિક પૂર્ણ કરી લીધી છે. સિંધુ, જે અત્યાર સુધી બે સરળ જીત સાથે આવી છે, તે ઘણી રીતે ઓલિમ્પિક્સમાં તેની પ્રથમ વાસ્તવિક ટેસ્ટ હતી અને તે આમા જીતી પણ ગઈ. સિંધુએ સીધી ગેમમાંં જીત નોંધાવી આ મુકાબલો 40 મિનિટમાં જીતી લીધો.
Tokyo Olympics | India beat Argentina 3-1 in men's hockey Pool A match pic.twitter.com/OTeoDmsSBt
— ANI (@ANI) July 29, 2021
આ પણ વાંચો –સંબોધન / પીએમ મોદી NEP ના એક વર્ષ પછી દેશને સંબોધન કરશે, શિક્ષણને લગતા ઘણા કાર્યક્રમો શરૂ કરશે
નોંધનીય છે કે, ભારતીય પુરુષ હોકી ટીમે ઓસ્ટ્રેલિયા સામે 1-7 થી હાર મેેળવ્યા બાદ જબરદસ્ત વાપસી કરતા આર્જેન્ટિનાને 3-1થી માત આપી છે. આ સાથે ભારત આ સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયું છે. આર્જેન્ટિના ઓલિમ્પિક ચેમ્પિયન છે, પરંતુ ટીમ રિયો ઓલિમ્પિક પછી એક જેવી રહી નથી, ખાસ કરીને કોચ કાર્લોસ રેટેગુઇનાં ગયા પછી અને અહી ભારતીય ટીમે લાંબા સમય સુધી ગોલ વિનાની મેચમાં ત્રણ ગોલ કરી રિયો ઓલિમ્પિકની સુવર્ણ ચંદ્રક ટીમને માત આપી દીધી.
