મયુર રાઠોડ,દાહોદ@મંતવ્ય ન્યૂઝ
વર્ષોથી ગુજરાતી અખબારો વાંચવાના શોખિન મૂળ દાહોદના મુંબઈ સ્થિત આધેડ અનંતભાઈ મહેન્દ્રભાઈ દેસાઈ, ભારતથી અમેરિકામાં કેલિફોર્નિયા ખાતે રહેતા દિકરા અભિન દેસાઈને ત્યાં ગયેલા. ત્યાં તા.22.7.21 રાતના જમીને ચાલવા જતી વેળા એટેક આવ્યો અને સત્વરે દિકરો નજીકની મોટી હોસ્પિટલમાં પણ લઈ ગયો. જ્યાં તબીબે તૈયારીમાં ત્રણ સ્ટેન્ટ પણ મુક્યાં. પરંતુ બાદમાં પલ્સ સતત ઘટતા અનંતભાઈનું આકસ્મિક અવસાન થયું.
વિમાન દુર્ઘટના / અમેરિકામાં લેન્ડિંગ સમયે પ્લેન ક્રેસ, 6 લોકોનાં મોત
પિતાના કોફિન ઉપર ગુજરાતી અખબાર મુકવાનો નિર્ણય
બાદમાં તા.27 જુલાઈએ નિર્ધારિત થયેલ તેમની અંતિમવિધિ માટે તેમના દિકરા અભિન અને દિકરી અદિતીએ અંતિમ વિધિ અગાઉ વાંચનપ્રિય પિતાના કોફિન ઉપર ગુજરાતી અખબાર મુકવાનો નિર્ણય લીધો હતો. છેલ્લા કેટલાક વર્ષોથી વાંચન વગેરે ઓનલાઈન થતું જાય છે તેવા સમયે ગુજરાતી અખબાર જગત માટે આ ખૂબ મોટી ઘટના છે.

ખૈરનારના સમયે ડિમોલેશન વિભાગના જ અધિકારી
મૂળ દાહોદના વૈષ્ણવ જ્ઞાતિના અનંતભાઈ દેસાઈ દાહોદ પોલિટેકનિકમાં ભણ્યા બાદ આરંભે છૂટીછવાઈ નોકરીઓ બાદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)માં નોકરી મેળવી. ખૈરનારના સમયે ડિમોલેશન વિભાગના જ અધિકારીના સ્થાન સુધી પહોંચ્યા. સાથે શેરબજારમાં પણ સક્રિય એવા અનંતભાઈ આર્થિક સંપન્ન બન્યા બાદ નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ વર્ષોની હરવાફરવાની ઈચ્છા પુરી કરવામાં લાગ્યા અને ગત 15 વર્ષોમાં દુનિયાના 50 જેટલા દેશોનો પ્રવાસ કર્યો. દિકરા- દિકરી લગ્ન બાદ અમેરિકા સેટ થતાં વર્ષે ચાર-પાંચ માસ માટે એક વખત તો અમેરિકા આવતા જ રહ્યાં.
Tokyo Olympic 2021 / પીવી સિંધુએ ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ડને હરાવીને ઓલિમ્પિકની જીતની હેટ્રિક પૂર્ણ કરી
પૈસાને ગમતા માર્ગે વાપરનાર તરીકે સ્વજનોના મનમાં અંકિત
તો સાથે જ કમળકાકડી, મૂરાળા કે ટીમરવા જેવી દાહોદ પંથકની દેશી આઈટમોથી લઈ વૈષ્ણવ હવેલીની સુખડી કે દાહોદના સેવ -કચોરીના વિશેષ શોખીન તરીકે કે ઓળખાણવાળા જરૂરતમંદ લોકોને મદદકર્તા સાબિત થનાર તરીકે અનંતભાઈ તેમના સંબંધીઓમાં હંમેશા યાદ રહેશે. પૈસો તો ઘણા પાસે હોય છે પણ તેમના પત્ની દીપિકાબેન સાથે રોટલીના જોડાની જેમ જોડાઈ સરસ મજાનું દાંપત્યજીવન ગુજારનાર અનંતભાઈ, પોતાના પૈસાને ગમતા માર્ગે વાપરનાર તરીકે પણ સ્વજનોના મનમાં અંકિત રહેશે.
Tokyo Olympic 2021 / ભારતીય પુરુષ હોકી ટીમ આર્જેન્ટિનાને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી

