વલસાડ,
વલસાડના ઉમરગામ પાસેના દરિયા કિનારે માછીમારની જાળીમાં ડોલ્ફિન માછલી ફસાઈ હતી. ડોલ્ફિન માછલી જાળમાં ફસાતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. સ્થાનિકો તેની સાથે ફોટા પડાવી તેને દરિયામાં પાછી છોડી હતી.. ઉલ્લેખનિય છે કે આ અગાઉ પણ દરિયા કિનારે ડોલ્ફિન માછલી દેખાતા ડોલ્ફિન જોવા લોકોના ટોળા જામ્યા હતા.
