Ahmedabad News: અમદાવાદના દસક્રોઈ તાલુકાના એક ગામમાં રહેતી 16 વર્ષીય સગીરા (Ahmedabad Minor Girl Case) સાથે દુષ્કર્મ આચરી તેનો વીડિયો બનાવ્યાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આરોપ છે કે યુવકે સગીરાને લગ્ન કરવાની લાલચ આપી હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ સગીરાની જાણ બહાર તેનો વીડિયો બનાવી લીધો હતો. આ વીડિયો બાદમાં સગીરાના માતા-પિતા અને સાસરીના લોકોને મોકલવામાં આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. પરિવારની ફરિયાદના આધારે નરોડા પોલીસે ગુનો નોંધી આરોપી યુવક જયદીપ રબારીની ધરપકડ કરી છે.
Snapchat મારફતે બંનેના સંપર્કમાં આવ્યા હતા
મળતી માહિતી મુજબ, દસક્રોઈ તાલુકાના એક ગામમાં રહેતી 16 વર્ષીય સગીરા (Ahmedabad Minor Girl Case) પરિવાર સાથે રહે છે. આશરે આઠ મહિના પહેલાં સગીરાનો સંપર્ક તેની માતાના મોબાઇલમાં રહેલી Snapchat એપ્લિકેશન મારફતે જયદીપ રબારી નામના ડ્રાઇવિંગનું કામ કરતા યુવક સાથે થયો હતો. બંને વચ્ચે સોશિયલ મીડિયા મારફતે વાતચીત શરૂ થઈ હતી. ત્યારબાદ સગીરા સ્કૂલની રસીદ લેવા માટે બહાર ગઈ હતી ત્યારે જયદીપને મળી હતી.
Ahmedabad Minor Girl Case: હોટલમાં લઈ જઈ લગ્નની લાલચ આપી હોવાનો આરોપ
ફરિયાદ મુજબ, ત્યારબાદ બંને નાના ચિલોડા ખાતે આવેલા ધ બિઝનેસ હબ કોમ્પ્લેક્સની એક હોટલમાં ગયા હતા. અહીં જયદીપે સગીરા સાથે લગ્ન કરવાની વાત કરી હતી અને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોવાનો આરોપ છે. આ ઘટના બાદ આશરે 15 દિવસ પછી બંને ફરીથી એ જ હોટલમાં ગયા હતા.
બોલાચાલી બાદ બળજબરીથી દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ
બીજી વખત હોટલમાં બંને વચ્ચે લગ્નની વાતને લઈને બોલાચાલી થઈ હતી. સગીરા (Ahmedabad Minor Girl Case) ત્યાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે આરોપીએ તેને પકડીને તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. આરોપીએ સગીરાને લગ્ન નહીં કરવાની વાત કહી ધમકી આપી હોવાનો પણ આક્ષેપ છે. કોઈને આ અંગે જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાના કારણે સગીરા ડરી ગઈ હતી અને તેણે પરિવારને ઘટના અંગે જાણ કરી નહોતી.
સગીરાની જાણ બહાર વીડિયો બનાવ્યાનો આરોપ
ફરિયાદમાં વધુ ગંભીર આક્ષેપ એ છે કે આરોપીએ સગીરા સાથેના શારીરિક સંબંધનો વીડિયો તેની જાણ બહાર બનાવ્યો હતો. વીડિયો ક્યારે અને કેવી રીતે બનાવવામાં આવ્યો તેની સગીરા (Ahmedabad Minor Girl Case)ને જાણ નહોતી. આ વીડિયો બાદમાં સગીરાના માતા-પિતા અને સાસરીના લોકોને મોકલવામાં આવ્યો હતો.
વીડિયો પરિવાર સુધી પહોંચતા સમગ્ર મામલો બહાર આવ્યો
આશરે એક સપ્તાહ પહેલાં સગીરા (Ahmedabad Minor Girl Case)નો વીડિયો તેના માતા-પિતા અને સાસરીના લોકો સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ પરિવારજનો દ્વારા સગીરાને પૂછપરછ કરવામાં આવતા તેણે સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી. પરિવારને હકીકતની જાણ થયા બાદ સગીરાના પિતાએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
નરોડા પોલીસે આરોપીની ધરપકડ કરી
સગીરા (Ahmedabad Minor Girl Case)ના પિતાની ફરિયાદના આધારે નરોડા પોલીસે આરોપી જયદીપ રબારી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી આરોપીની ધરપકડ કરી છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. વીડિયો કોણે બનાવ્યો, તે કોને-કોને મોકલવામાં આવ્યો અને સમગ્ર ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે સહિતના મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:અમદાવાદ દુષ્કર્મ કેસમાં આરોપીને રિમાન્ડ નહીં, જેલ મોકલાયો; BNSની કલમ 308(5) ઉમેરાઈ
આ પણ વાંચો:અમદાવાદ સોલામાં અંધશ્રદ્ધાનો ભોગ સગીરા: ભુવા સામે દુષ્કર્મનો આરોપ, તસવીરો વાયરલ થતાં ધરપકડ
આ પણ વાંચો:અમદાવાદના જોધપુર ગામમાં યુવતી સાથે દુષ્કર્મ, આરોપી સિક્યુરિટી ગાર્ડની ધરપકડ
