Madhya Pradesh First Swear-Free Village: સમાજમાં વધતી જતી અપશબ્દો (Swear) ની સંસ્કૃતિને રોકવા માટે મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લાના બોર્સર ગામની ગ્રામ પંચાયતે એક ઐતિહાસિક પહેલ કરી છે. આ ગામ હવે મધ્યપ્રદેશનું પ્રથમ ‘ગાળ મુક્ત ગામ’ બની ગયું છે. અહીં જો કોઈ વ્યક્તિ જાહેર કે ખાનગીમાં ગાળ બોલતા પકડાય, તો તેને આકરી સજાની જોગવાઈ કરવામાં આવી છે.
શું છે સજાના નિયમો?
ગામ પંચાયતે સર્વસંમતિથી એક પ્રસ્તાવ પસાર કર્યો છે, જે મુજબ:
ગાળ (Swear) બોલનાર વ્યક્તિએ 500 રૂપિયા રોકડ દંડ ભરવો પડશે.
જો કોઈ દંડ ભરી શકે તેમ ન હોય, તો તેણે સજાના ભાગરૂપે ગામમાં એક કલાક સુધી સફાઈ કરવી પડશે.
ગામમાં આ નિયમની જાણકારી આપતા પોસ્ટરો દરેક ગલી અને ખૂણે લગાવવામાં આવ્યા છે.
કેમ લેવો પડ્યો આવો નિર્ણય?
આ વિચાર ગામના જ એક યુવક અશ્વિન પાટીલને આવ્યો હતો. તેમણે જોયું કે 12-13 વર્ષના નાના બાળકો પણ ગાળોની (Swear) ગંભીરતા સમજ્યા વગર સામાન્ય બોલચાલમાં તેનો ઉપયોગ કરી રહ્યા હતા. બીજી તરફ, ગામના મોટાભાગના વિવાદો અને ઝઘડાનું મૂળ પણ અપશબ્દો જ હતા. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સરપંચ અને ઉપ-સરપંચ સાથે ચર્ચા કરી આ નિયમ લાગુ કરવામાં આવ્યો.
સકારાત્મક અસરો જોવા મળી (Swear)
ઉપ-સરપંચ વિનોદ શિંદેના જણાવ્યા મુજબ, આ પહેલના પરિણામો અત્યંત આશાસ્પદ છે. અગાઉ જે લોકો અને બાળકો અંદરોઅંદર અપશબ્દો બોલતા હતા, તેઓ હવે દંડ અને સજાના ડરથી શિષ્ટ ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. ગામની મહિલાઓએ પણ આ નિર્ણયને આવકાર્યો છે, કારણ કે તેનાથી ગામનું વાતાવરણ પવિત્ર અને સુરક્ષિત બન્યું છે.
આસપાસના ગામો માટે પ્રેરણા
બોર્સર ગામની આ પહેલની પ્રશંસા માત્ર જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં થઈ રહી છે. અન્ય ગામોના લોકો પણ આ મોડેલને અપનાવવા માટે વિચારી રહ્યા છે. આ ગામે (Swear) સાબિત કરી દીધું છે કે જો ઈચ્છાશક્તિ હોય તો ગ્રામ્ય સ્તરે જ મોટા સામાજિક પરિવર્તનો લાવી શકાય છે.
આ પણ વાંચો: ગર્લફ્રેન્ડ શોધો અને રોમાન્સ કરો! ચીનની કોલેજોએ વિદ્યાર્થીઓને પ્રેમ કરવા માટે આપી 1 અઠવાડિયાની રજા
આ પણ વાંચો: ભારતનું અનોખું સ્ટેશન જ્યાં વર્ષમાં માત્ર 2 વાર જ આવે છે ટ્રેન, જાણો કારણ


