Ajab Gajab News/ 1,300 સીડીઓ અને ગાયબ થયેલી જાનની કહાની, રાજસ્થાનની આ વાવ કેમ કહેવાય છે ભૂલ-ભૂલામણી?

રાજસ્થાનના દૌસામાં આવેલી Chand Baori સાથે જોડાયેલી રહસ્યમય વાતો અને ગાયબ થયેલી જાનની કહાની વિશે વાંચો. 1,300 સીડીઓવાળી આ વાવ કેવી રીતે ભૂલ-ભૂલામણી બની છે તે જાણો.

Trending Ajab gajab Ajab Gajab News Lifestyle
Chand Baori

Mystery of Chand Baori: રાજસ્થાનના દૌસા જિલ્લાના આભાનેરી ગામમાં સ્થિત ચાંદ બાવડી પોતાની અદભૂત કલા અને રહસ્યમય કથાઓને કારણે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ વાવ વિશે સૌથી પ્રચલિત અને ડરામણી માન્યતા એ છે કે, સદીઓ પહેલા એક આખેઆખી જાન આ વાવની અંદર ઉતરી હતી, જે ક્યારેય પાછી બહાર નીકળી શકી નથી.

Chand Baori

1,300 સીડીઓ અને ‘ભૂલ-ભૂલામણી’ જેવી બનાવટ

આ ચાંદ બાવડીનું નિર્માણ 8 મી-9 મી સદીમાં નિકુંભ વંશના રાજા ચાંદ દ્વારા કરવામાં આવ્યું હતું. આ વાવ અંદાજે 19.5 મીટર ઊંડી છે અને તેમાં કુલ 1,300 સીડીઓ બનાવવામાં આવી છે. તેની રચના એવી છે કે તેને ‘ભૂલ-ભૂલામણી’ પણ કહેવામાં આવે છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, જે વ્યક્તિ જે સીડી પરથી નીચે પાણી સુધી જાય છે, તે જ રસ્તેથી પાછા આવવું તેના માટે લગભગ અશક્ય હોય છે.

Chand Baori

ગાયબ થયેલી જાનનું રહસ્ય

સ્થાનિક વડીલો આજે પણ તે વાત દોહરાવે છે કે વર્ષો પહેલા એક લગ્નની જાન આ વાવની ઊંડાઈમાં ઉતરી હતી અને એ લોકો અંદર જ ક્યાંક ખોવાઈ ગયા. આજે પણ એ લોકો ક્યાં ગયા તેનું કોઈ પ્રમાણ મળતું નથી. જોકે ઇતિહાસકારો (Chand Baori) આ વાતને માત્ર એક કલ્પના માને છે, પરંતુ આ વાર્તા આજે પણ પ્રવાસીઓમાં ભારે ઉત્સુકતા જગાડે છે.

Chand Baori

સ્થાપત્ય કલાનો અજોડ નમૂનો : Chand Baori

ચાંદ બાવડી (Chand Baori) માત્ર રહસ્યો જ નહીં, પણ કલા માટે પણ જાણીતી છે. તેના સ્તંભો પર મહિષાસુર મર્દિની અને ગણેશજીની સુંદર મૂર્તિઓ કોતરવામાં આવી છે. માન્યતા છે કે પૂનમની ચાંદની રાતે જ્યારે ચંદ્રનો પ્રકાશ આ વાવ પર પડે છે, ત્યારે તે આખી વાવ ઝળહળી ઉઠે છે.

હાલમાં આ ઐતિહાસિક ધરોહર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા સુરક્ષિત રાખવામાં આવી છે. પ્રવાસીઓ અહીં સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મુલાકાત લઈ શકે છે અને ઈતિહાસ તેમજ વાસ્તુકલાના આ અનોખા સંગમનો અનુભવ કરી શકે છે.


આ પણ વાંચો: ગર્લફ્રેન્ડ શોધો અને રોમાન્સ કરો! ચીનની કોલેજોએ વિદ્યાર્થીઓને પ્રેમ કરવા માટે આપી 1 અઠવાડિયાની રજા

આ પણ વાંચો:આ દેશમાં મોટું પેટ ધરાવતા પુરુષો છે સૌથી આકર્ષક, ફાંદ વધારવા માટે પીવે છે પશુઓનું લોહી; જાણો અનોખી પરંપરા

આ પણ વાંચો: ભારતનું અનોખું સ્ટેશન જ્યાં વર્ષમાં માત્ર 2 વાર જ આવે છે ટ્રેન, જાણો કારણ