રશિયામાં એક છોકરાએ iPhone Xs બાથટબ ભરેલા સિક્કા દઈને ખરીદ્યો હતો. આવું ગાંડપણ ખરેખર થયું છે. પોતાનાં મિત્રો સાથે આ છોકરો બાથટબમાં સિક્કા ભરીને એપલ સ્ટોર પર ફોન ખરીદવા માટે ગયો હતો.
રશિયન મોલના એપલ સ્ટોરમાં 350 કિલો વજનનું સિક્કાથી છલોછલ બાથટબ લઈને આવેલ આ ગ્રુપ સૌની નજરમાં આવી ગયું હતું. આઈફોન ખરીદવા માટેનું ગાંડપણ તમે લોકોમાં જોયું જ હશે પણ આ તો એક અલગ પ્રકારનું જ ગાંડપણ છે.
https://www.instagram.com/p/BqJJscnHgA5/?utm_campaign=fullarticle&utm_medium=referral&utm_source=inshorts
આ ગાંડપણનો વિડીયો ઈન્સ્ટાગ્રામ પર છે. મોસ્કોમાં આઈફોન Xs બાથટબ ભરેલાં સિક્કા આપીને ખરીદવામાં આવ્યો હતો. તમે ઘણાં લોકોને મજાક કરતાં સાંભળ્યા હશે કે કીડની વેચીને આઈફોન ખરીદવો વગેરે વગેરે. લોકો આઈફોન ખરીદવા માટે કેટલાં ઘેલાં હોય છે એ એમનાં આવા કર્યો પરથી સાફ થઇ જાય છે.
