Lifestyle: આજકાલ અનેક યુવાનો અને કિશોરો ફિટ દેખાવા માટે જીમ જોઇન કરી લેતા જોવા મળે છે. કેટલાક તો દેખાદેખી અથવા તો ફ્રેન્ડ્ઝને અનુસરીને અથવા તો સોશિયલ મીડિયા ટ્રેન્ડને ફૉલો કરીને આમ કરતા હોય છે! સત્ય એ છે કે, ઘણા જ ઓછા લોકો એ જાણે છે કે જીમ જોઇન કરવાની યોગ્ય ઉંમર (Gym Join Age) કઇ છે?

કાચી વયમાં જીમ જોઇન કરવું ખતરનાક
કોઇ જ યોગ્ય માહિતી વિના કાચી વયે ભારેખમ વર્કઆઉટ (Work Out) કરવાથી શરીરના કુદરતી વિકાસમાં બાધા ઉત્પન્ન થઇ શકે છે! એનાથી ગંભીર મુશ્કેલીઓનું જોખમ પણ સર્જાઇ શકે છે. આથી જ ફિટનેસ જર્ની (Fitness Journey)ની શરુઆત સમજદારીપૂર્વક અને યોગ્ય સમયે કરવી અત્યંત જરુરી માનવામાં આવે છે. આજકાલ અનેક યુવાનો અને કિશોરો ફિટ દેખાવા માટે જીમ જોઇન કરી લેતા જોવા મળે છે. કેટલાક તો દેખાદેખી અથવા તો ફ્રેન્ડ્ઝને અનુસરીને અથવા તો સોશિયલ મીડિયા ટ્રેન્ડને ફૉલો કરીને આમ કરતા હોય છે!
અમુક તો માત્ર શરીરનું પ્રદર્શન કરવા પણ જીમમાં જતા હોય છે અને સિનેમાના હીરોની શારીરિક ફિટનેસ જોઇને પણ ઘણા યુવાનો કે કિશોરો અભિભૂત થઇને વહેલું જીમ જોઇન કરી લે છે! પરંતુ શું તમે જાણો છો કે, પ્યૂબર્ટીની એજ સુધી આવી ભારે એક્સર્સાઇઝ કરવી તમારા વિકાસ પામતા મસલ્સને ઊલટાનું નુકસાન કરી શકે છે? આથી જ આ લેખમાં અમે તમને કાચી વયમાં જીમ જોઇન કરવું કેટલું ખતરનાક હોઇ શકે છે અને કઇ ઉંમરે જીમ જોઇન કરવાનું ઉચિત છે એ વિશે ફિટનેસ કોચનું મંતવ્ય જણાવીશું…

યોગ્ય ઉંમરે જીમ શરુ કરવાની ફાયદા (Benefits to Join Gym)
જો યોગ્ય વયથી અને યોગ્ય રીતે જીમ શરુ કરવામાં આવે તો એના ઘણા ફાયદા મળી શકે છે.
1. માંસપેશીઓ (Muscles) મજબૂત બને છે અને શરીરની તાકાત વધે છે.
2. નિયમિત વ્યાયામ (Exercise) કરવાથી વજન પણ નિયંત્રણમાં રહે છે અને ફિટનેસ બહેતર બને છે.
3. જીમ જવાની આદત અપનાવવાથી જીવનમાં અનુશાસનની ટેવ પડે છે અને લાઇફસ્ટાઇલ હૅલ્ધી બને છે.
4. વર્ક આઉટ કર્યા બાદ શરીરમાં ખુશીના હોર્મોન રિલીઝ થાય છે જે તણાવ અને ચિંતાને ઓછા કરવામાં સહાયક બને છે.
5. ઉચિત રીતે વ્યાયામ કરવાથી ભવિષ્યમાં હૃદય રોગો, ડાયાબિટીઝ અને હાઈ બીપી (Heart disease, Diabetes and High blood pressure)નું જોખમ ઓછું થઇ શકે છે.
જીમ જોઇન કરવાની યોગ્ય ઉંમર (The Right Age to Join the Gym)
સામાન્ય જાણકારી અનુસાર, જીમ શરુ કરવાની યોગ્ય ઉંમર સામાન્ય રીતે 17 થી 18 વર્ષની વચ્ચે માનવામાં આવે છે. આ ઉંમર સુધીમાં શરીરનો વિકાસ ઘણા અંશે થઇ ચૂક્યો હોય છે, અને મસલ્સ ટ્રેનિંગ સુરક્ષિત માનવામાં આવે છે. જો કે, નિષ્ણાતોના મંતવ્ય મુજબ, પ્રથમ તો બાળકોને જીમના સ્થાને આઉટડોર રમતો, યોગ, રનિંગ અને હળવો વ્યાયામ કરવો જોઇએ. આનાથી શરીરનો કુદરતી વિકાસ બહેતર થાય છે અને ઈજા થવાનું જોખમ ઓછું રહે છે.

જીમ જનારા આટલી બાબતોનું ધ્યાન રાખે
જો તમે જીમ જોઇન કરવા જઇ રહ્યાં હો તો કેટલીક આવશ્યક બાબતોનું ધ્યાન રાખવું અત્યંત આવશ્યક છે.
1. ખોટી એક્સર્સાઇઝથી ઈજા ન પહોંચે એ માટે હંમેશા ટ્રેનરની દેખરેખમાં જ વર્કઆઉટ કરવું.
2. વર્કઆઉટની સાથોસાથ પ્રોટીન, વિટામિન અને મિનરલ (Protein, Vitamins and Minerals)થી ભરપૂર સંતુલિત ડાયેટ લેવું અત્યંત આવશ્યક છે.
3. ધ્યાન રાખવું કે, આ ઘટકોની આપૂર્તિ માટે કેમિકલયુક્ત પાવડરનો વપરાશ ન કરવો.
4. શરીરને પૂરતી માત્રામાં આરામ આપવો પણ એટલો જ મહત્વપૂર્ણ છે કારણ કે, આરામ કરવાથી માંસપેશીઓ મજબૂત બને છે.
5. ઉતાવળ કરીને ભારેખમ વજન ઉઠાવવાને બદલે ધીમે-ધીમે અભ્યાસ કરવો આવશ્યક છે અને એ જ સુરક્ષિત અને વિશ્વાસપાત્ર પદ્ધતિ માનવામાં આવે છે.
ધ્યાન રાખો કે, કાચી વયે જીમ જોઇન કરવાથી ઊલટું મસલ્સને નુકસાન (Muscles Damage) પહોંચી શકે છે. દરેક વ્યક્તિનું શરીર ભિન્ન હોય છે અને આથી એક્સપર્ટની સલાહ લેવી બહેતર રહેશે.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચોઃ મોરિંગાથી માંડીને હળદર સુધી…4 શક્તિશાળી ફૂડ્સ…મહિલાઓના PCOS અને સાંધાના દુખાવાને જળમૂળથી મટાડશે..!
આ પણ વાંચોઃ જીમમાં ક્યારેય પણ પગ ન મૂક્યો…ફક્ત ડાયેટથી જ 11 મહિનામાં આ વ્યક્તિએ 45 કિલો વજન ઘટાડ્યું..!
આ પણ વાંચોઃ હાડકાં મજબૂત કરવા કેલ્શિયમ જરૂરી, આ 5 આહારનું કરો સેવન, ઉત્તમ પરિણામ મળશે

