The Most Beautiful Cafe in the World: કલ્પના કરો કે તમે કોઈ કેફેમાં કોફી પીવા જાઓ અને તમને એવું લાગે કે તમે કોઈ આલીશાન રાજમહેલમાં આવી ગયા છો! હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં આવેલું ‘ન્યૂયોર્ક કેફે’ (New York Cafe) એક એવી જ જાદુઈ જગ્યા છે. આ કેફેને તેની અદભૂત સુંદરતા માટે વિશ્વના સૌથી સુંદર કેફેનો દરજ્જો આપવામાં આવ્યો છે, અને તેની ભવ્યતા જોતા જ આ ખિતાબ બિલકુલ યોગ્ય લાગે છે.
Cefe ની શરૂઆત ક્યારે થઈ?
આ કેફેની ગાથા વર્ષ 1894માં શરૂ થઈ હતી. તે સમયે આ કેફે ‘ન્યૂયોર્ક લાઈફ ઈન્સ્યોરન્સ કંપની’ની એક આલીશાન ઈમારતની અંદર બનાવવામાં આવ્યું હતું. 19મી અને 20મી સદીની શરૂઆતમાં આ સ્થળ માત્ર કોફી પીવા માટે જ નહીં, પરંતુ મોટા લેખકો, કવિઓ, પત્રકારો અને બુદ્ધિજીવીઓ માટે ફેવરિટ અડ્ડો હતું. પ્રખ્યાત હંગેરિયન લેખક સેન્ડોર મારાઈ પણ અહીં કલાકો વિતાવતા હતા. આજે પણ એ જૂની યાદોને જીવંત રાખવા માટે દરરોજ સવારે 11 વાગ્યાથી અહીં લાઈવ પિયાનો અને જિપ્સી સંગીત વગાડવામાં આવે છે.
સોનાની કારીગરી અને અદભૂત ઈન્ટિરિયર
ન્યૂયોર્ક કેફેની (Cafe)અસલી સુંદરતા તેની છત અને દિવાલોમાં છુપાયેલી છે. તમે જેવું અંદર કદમ મૂકશો કે તરત જ તમારી નજર ઊંચી છતો પરની ‘ફ્રેસ્કો પેઈન્ટિંગ્સ’ અને સોનાની ઝીણી કારીગરી પર સ્થિર થઈ જશે.
બરાક શૈલી: આખું કેફે બરાક શૈલીમાં સજાવેલું છે.
માર્બલના થાંભલા: કેફેના મજબૂત અને કલાત્મક થાંભલાઓ કિંમતી સંગેમરરમરથી બનેલા છે.
ભવ્ય ઝુમ્મર: છત પર લટકતા વિશાળ કાચના ઝુમ્મર આ સ્થળની રોનકમાં ચાર ચાંદ લગાવી દે છે.
યુદ્ધના જખમ અને ભવ્ય પુનરાગમન
આ ઐતિહાસિક કેફેએ ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ ઈમારતને ઘણું નુકસાન થયું હતું અને ત્યારબાદ કમ્યુનિસ્ટ શાસન દરમિયાન તેની ચમક ઝાંખી પડી ગઈ હતી. પરંતુ, વર્ષ 2006માં તેનું મોટા પાયે રિનોવેશન કરવામાં આવ્યું અને આ કેફેને તેની જૂની શાન અને ગૌરવ પાછા મળ્યા.
સ્વાદ અને સંસ્કૃતિનું સંગમ
બુડાપેસ્ટ આવતા પ્રવાસીઓ માટે અહીંની મુલાકાત એક સપના જેવી હોય છે. આ કેફે (Cafe) માત્ર તેની આર્કિટેક્ચર માટે જ નહીં, પણ તેના સ્વાદિષ્ટ હંગેરિયન વ્યંજનો, શાનદાર કોફી અને મોઢામાં પાણી લાવી દે તેવા ડેઝર્ટ્સ માટે જાણીતું છે. જોકે, અહીં કિંમતો સામાન્ય કેફે કરતા થોડી વધારે હોઈ શકે છે, પરંતુ અહીં જે અનુભવ મળે છે તે અમૂલ્ય છે.
આ પણ વાંચો: હવે મોંઘી હોટલ નહીં પણ ‘માનસિક શાંતિ’ છે ખરી લક્ઝરી, આ સ્થળોએ મળશે અદભૂત આંતરિક સુખ
આ પણ વાંચો:ભારતના આ 6 સ્થળો છે તારાઓ નિહાળવા માટે બેસ્ટ, નરી આંખે દેખાશે આકાશગંગા; જુઓ લિસ્ટ
આ પણ વાંચો: અયોધ્યા અને ઉજ્જૈન માટેના સર્ચમાં થયો જંગી વધારો, ભારતીય પરિવારોમાં આધ્યાત્મિક પ્રવાસનો નવો ટ્રેન્ડ





