ડલાસ
અમેરિકામાં ટેક્સાસ શહેરમાં એક વર્ષના બાળકના જન્મદિવસની પાર્ટીમાં માતમ છવાઈ ગયો હતો. એક વર્ષના બાળકની જન્મદિવસની પાર્ટીમાં કોઈક મુદ્દે ઝઘડો થયા બાદ અચાનક ફાયરીંગ શરુ થઇ ગયું હતું. આ ફાયરીંગમાં ચાર લોકોના મૃત્યુ થયા હતા અને ૧ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો.
સ્થાનિક પોલીસે ફાયરીંગ કરનાર ૨૦ વર્ષીય આરોપીની ધરપકડ કરી છે. પોલીસને આરોપીના પિતા પર પણ આ મામલે શક છે.
શનિવારે બપોરે આ ઘટના બની હતી. જો કે પોલીસ આ મામલે હાલ વધુ તપાસ કરી રહી છે પરંતુ પોલીસને અત્યાર સુધી ખબર નથી પડી કે બર્થડેની પાર્ટીમાં ઝઘડો કઈ વાત પર થયો હતો.
