નવી દિલ્હી,
છેલ્લા કેટલાક વર્ષોથી પ્રદૂષણનો માર જીલી રહેલી દિલ્હીવાસીઓને આ વર્ષે પણ આ સમસ્યામાંથી છૂટકારો મળવાના એંધાણ નહીવત જણાઈ રહ્યા છે. ચાલુ વર્ષે પણ રાજધાની દિલ્હીમાં પ્રદુષિત હવાનું સ્તર ભયજનક સપાટીએ જોવા મળી રહ્યું છે.
બીજી બાજુ દિલ્હીમાં હવાના પ્રદૂષણથી નીપટવા માટે ઈમરજન્સી એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે.

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હવાના પ્રદૂષણને રોકવા માટે સોમવારે ઈમરજન્સી પ્લાન લાગુ કરવામાં આવશે.
મીડિયા રિપોર્ટમાં જણાવ્યા મુજબ, એયર ક્વોલિટી ખરાબ હોવાના કારણે કચરો ફેંકવાની જગ્યાઓ પર કચરાને સળગાવતો રોકવામાં આવશે, તેમજ ઈંટ, ભટ્ટી અને અન્ય ઉદ્યોગોમાં પ્રદૂષણની માત્રાને કંટ્રોલ કરવા માટે નિયમો લાગુ કરવામાં આવશે.

આ ઉપરાંત હવાની ગુણવત્તા “ખુબ જ ખરાબ” થવા પર ડીઝલથી ચાલનારા જનરેટર મશીનોનો ઉપયોગ રોકવામાં આવશે. સાથે સાથે એવા રસ્તાઓની પસંદગી કરવામાં આવશે, ય સૌથી વધુ ધૂળ ઉડે છે.
CPCBની ૪૧ ટીમો તૈનાત

જોવામાં આવે તો, હાલમાં રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા ખરાબ શ્રેણીમાં છે, પરંતુ અધિકારોનું અનુમાન છે કે, આગામી દિવસોમાં પ્રદુષિત હવાનું સ્તર ખુબ જ ખરાબ શ્રેણીમાં જઈ શકે છે.
પ્રદૂષણ રોકવા માટેના નિયમો પર નજર રાખવા માટે દિલ્હી-NCRમાં ૪૧ ટીમો પણ તૈનાત કરાઈ છે.
