Not Set/ મહારાષ્ટ્ર/ CM ઉદ્ધવ ઠાકરે આજે કરી શકે છે મંત્રીઓનાં વિભાગોનું એલાન

મહારાષ્ટ્રમાં વિભાગોનાં વિભાજનને લઈને મહાવીકાસ અઘાડીમાં હાજર શિવસેના, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, જે વચ્ચે તણાવ ઓછો થયો હોય તેવું લાગી રહ્યુ છે, ત્રણેય પક્ષોનાં નેતાઓએ વિભાગોની ફાળવણીને અંતિમ સ્વરૂપ આપવા માટે વર્ષનાં પ્રથમ દિવસે અનેક બેઠકો યોજી હતી. તે પછી, આજે મંત્રીઓનાં વિભાગોનું એલાન થઇ શકે છે. અગાઉ, સોમવારે કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું […]

Top Stories India

મહારાષ્ટ્રમાં વિભાગોનાં વિભાજનને લઈને મહાવીકાસ અઘાડીમાં હાજર શિવસેના, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, જે વચ્ચે તણાવ ઓછો થયો હોય તેવું લાગી રહ્યુ છે, ત્રણેય પક્ષોનાં નેતાઓએ વિભાગોની ફાળવણીને અંતિમ સ્વરૂપ આપવા માટે વર્ષનાં પ્રથમ દિવસે અનેક બેઠકો યોજી હતી. તે પછી, આજે મંત્રીઓનાં વિભાગોનું એલાન થઇ શકે છે.

અગાઉ, સોમવારે કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું પરંતુ ઝઘડાને કારણે વિભાગોનું વિતરણ થઈ શક્યું ન હતું, આપને જણાવી દઇએ કે, મહારાષ્ટ્રમાં કાઉન્સિલનાં સભ્યોની સંખ્યા હવે વધીને 43 થઈ ગઈ છે, જેમાં મુખ્યમંત્રી પદનો સમાવેશ થાય છે. જણાવી દઇએ કે, અગાઉ એવા સમાચાર હતા કે કોંગ્રેસ આ વાતથી નારાજ છે કે તેને કૃષિ અને સહકારી જેવા ગ્રામીણ વિસ્તારો સાથે સંબંધિત કોઈ વિભાગ મળ્યો નથી, જોકે ગઈકાલે સાંજે ઘણી બેઠકો બાદ મહારાષ્ટ્રનાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારે મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે, અમારા ગઠબંધનનાં તમામ નેતાઓ ખુશ છે, અહી કોઈ પણ પ્રકારનું મનદુખ નથી.

Image result for maharashtra minister oath

અજિત પવારે કહ્યું કે, મીટિંગમાં અમે નક્કી કર્યું છે કે કયા મંત્રીને કઈ જવાબદારી આપવી જોઈએ. મંત્રીઓનાં વિભાગોને લઈને કોંગ્રેસ અને એનસીપીમાં નારાજગીનાં સવાલ પર અજિત પવારે કહ્યું કે, ગુરુવારે વિભાગો અંગેનો આદેશ જારી કરવામા આવી શકે છે. કોઈ પણ તેનાથી નાખુશ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.