Ahmedabad News/ D કંપની સ્ટાઈલના જુગારધામ પર SMCનો દરોડો, ટેબલ ભાડે આપી ચલાવાતો હતો ખેલ

અમદાવાદના મનપસંદ જીમખાના ક્લબમાં SMCના દરોડામાં 187 લોકો ઝડપાયા. મેમ્બરશીપ, કોડવર્ડ અને આંગડિયા મારફતે ચાલતા હાઈપ્રોફાઈલ જુગારધામ (Ahmedabad Gambling Case)નો થયો ખુલાસો.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Ahmedabad Gambling Case: ગોવાના કેસિનો જેવો માહોલ! જીમખાના ક્લબમાં કોડવર્ડથી ચાલતો હતો જુગારનો ખેલ

Ahmedabad News: અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલા મનપસંદ જીમખાના ક્લબમાં ચાલી રહેલા હાઈપ્રોફાઈલ જુગારધામ (Ahmedabad Gambling Case)નો સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે ક્લબમાં મનોરંજનની આડમાં ગોવાના કેસિનો જેવો માહોલ ઊભો કરીને જુગાર રમાડવામાં આવતો હતો. જુગાર માટે ખાસ મેમ્બરશીપ, કોડવર્ડ અને આંગડિયા મારફતે નાણાંની લેવડદેવડનું નેટવર્ક ગોઠવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.SMCની કાર્યવાહી દરમિયાન મુખ્ય સંચાલક સહિત કુલ 187 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ટેબલ ભાડે આપી ચલાવાતો હતો જુગારનો ખેલ

SMCની તપાસમાં સામે આવ્યું છે કે મનપસંદ જીમખાના ક્લબમાં જુગાર (Ahmedabad Gambling Case) ચલાવવા માટે અલગ-અલગ લોકોને ટેબલ ભાડે આપવામાં આવતા હતા.આરોપ મુજબ,એક ટેબલ માટે દરરોજ 15 હજારથી 30 હજાર રૂપિયા સુધીનું ભાડું લેવામાં આવતું હતું. કુલ આશરે 22 જેટલા ટેબલ જુગાર માટે ઉપયોગમાં લેવાતા હતા. જુગાર રમવા માટે લોકોને ક્લબની મેમ્બરશીપ આપવામાં આવતી હતી. ક્લબની મેમ્બરશીપ માટે 2000 રૂપિયા લેવામાં આવતા હતા અને ત્રણ મહિના માટે સભ્ય બનાવવામાં આવતા હતા.

કોડવર્ડથી થતી હતી પૈસાની લેવડદેવડ

તપાસમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે જુગારની હાર-જીતની રકમ સીધી રોકડમાં લેવડદેવડ કરવામાં આવતી નહોતી. જુગાર રમવા આવતા લોકો પાસેથી ડિપોઝિટ લેવામાં આવતી હતી. તેમને પૈસાની ચિઠ્ઠી આપવામાં આવતી હતી. આ ચિઠ્ઠીમાં ખાસ કોડવર્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો.  ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિના 50 હજાર રૂપિયા હોય તો ચિઠ્ઠીમાં માત્ર 500 લખવામાં આવતું હતું.ત્યારબાદ ટેબલ પર હાજર વ્યક્તિ ચિઠ્ઠી જોઈને ગ્રાહકને બેઠક ફાળવતો હતો.

Ahmedabad Gambling Case: ટેબલ પર અલગ-અલગ માણસોની ગોઠવણી

તપાસમાં સામે આવ્યું છે કે જુગાર (Ahmedabad Gambling Case)ના ટેબલ પર પણ અલગ જવાબદારીઓ માટે માણસો રાખવામાં આવ્યા હતા. એક વ્યક્તિ પત્તા વેચતો હતો. એક વ્યક્તિ હાર-જીતની રકમની નોંધ રાખતો હતો.કેશિયર તરીકે નારણ રાવલ કામ કરતો હોવાનું સામે આવ્યું છે.  હાર-જીત બાદ કોડવર્ડમાં લખાયેલી રકમને બે ઝીરો ઉમેરીને વાસ્તવિક રકમની ગણતરી કરવામાં આવતી હતી.

ગામા પટેલ સહિત ત્રણ ભાગીદારોની ભૂમિકા

SMCની તપાસમાં મનપસંદ જીમખાના ક્લબના સંચાલનમાં ગોવિંદ ઉર્ફે ગામા ખોડીદાસ પટેલ, બંદીશ અજયભાઈ ખત્રી અને ભરત રામભાઈ પટેલ ભાગીદાર હોવાનું સામે આવ્યું છે.તપાસ મુજબ, ગોવિંદ ઉર્ફે ગામા પટેલ ક્લબના ડાયરેક્ટર તરીકે સમગ્ર સંચાલન કરતો હતો.ક્લબમાંથી દર મહિને ભાગીદારો પોતાના બેંક ખાતામાં રૂપિયા મેળવતા હોવાની પણ તપાસમાં માહિતી સામે આવી છે.

આંગડિયા પેઢી મારફતે થતી હતી નાણાંની હેરફેર

જુગાર (Ahmedabad Gambling Case)ની રકમની લેવડદેવડ માટે આંગડિયા પેઢીઓનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે. તપાસ મુજબ,માધુપુરા અને કાલુપુર વિસ્તારની કેટલીક આંગડિયા પેઢીઓ મારફતે હવાલા કરવામાં આવતા હતા. UPI ટ્રાન્ઝેક્શનથી પણ કેટલાક વ્યવહારો થયા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર નાણાકીય નેટવર્કની પણ તપાસ કરવામાં આવી રહી છે.

અગાઉ પણ 2021માં થઈ હતી કાર્યવાહી

મનપસંદ જીમખાના ક્લબ સામે આ પહેલી કાર્યવાહી નથી. વર્ષ 2021માં પણ SMC દ્વારા અહીં દરોડો પાડવામાં આવ્યો હતો. તે સમયે 183 લોકો ઝડપાયા હતા.  રૂ. 85 લાખનો મુદ્દામાલ જપ્ત થયો હતો.  41 લોકો ભાગી ગયા હતા. આ દરોડા બાદ પોલીસ વિભાગમાં પણ અનેક સવાલો ઊભા થયા હતા.

સ્થાનિક પોલીસની ભૂમિકા પર પણ સવાલ

મનપસંદ જીમખાના ક્લબમાં અગાઉ પણ જુગાર (Ahmedabad Gambling Case) ઝડપાયો હોવા છતાં સ્થાનિક સ્તરે પૂરતી કાર્યવાહી કેમ ન થઈ તે અંગે હવે ચર્ચા શરૂ થઈ છે.SMCની મોટી કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસ અને અન્ય એજન્સીઓની ભૂમિકા અંગે પણ તપાસની શક્યતા છે.

ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓ અંગે પણ તપાસ

2021ના દરોડા દરમિયાન મળેલા CCTV ફૂટેજમાં કેટલાક પોલીસ કર્મચારીઓની હાજરી અંગે પણ સવાલો ઊભા થયા હતા.આ મામલે તપાસ ACBને સોંપવામાં આવી હતી, જોકે હજુ સુધી કોઈ મોટી કાર્યવાહી સામે આવી નથી.હવે નવા દરોડા બાદ ફરી એકવાર સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.


આ પણ વાંચો:અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચનો સપાટો, જુગારધામ પર પાડ્યા દરોડા

આ પણ વાંચો:અમદાવાદ દરિયાપુરમાં જુગારધામમાં PCBના દરોડા, 11 લોકોની ધરપકડ

આ પણ વાંચો:અમદાવાદના ન્યુયોર્ક ટાવરમાં લાસ વેગાસને પણ ટક્કર મારે તેવું જુગારધામ