Entertainment News/ મનીષા રાનીએ બતાવી પોતાના ડ્રીમ હોમ ‘આંગન’ની ઝલક!

બિગ બોસ OTT 2 ફેમ મનીષા રાની (Manisha Rani)એ મુંબઈના ગોરેગાંવમાં આવેલા તેના 5 કરોડ રૂપિયાના લક્ઝરી ઘર ‘આંગન’ ની હોમ ટૂર કરાવી છે. 1 કરોડના ઈન્ટિરિયરથી સજાવેલા આ ઘર વિશે વિગતે વાંચો.

Entertainment
Manisha Rani's dream home

Entertainment News : ‘બિગ બોસ OTT 2’ અને ‘ઝલક દિખલા જા 11’ થી દરેક ઘરના દિલમાં વસી ગયેલી લોકપ્રિય કન્ટેન્ટ ક્રિએટર મનીષા રાની (Manisha Rani)એ આખરે મુંબઈમાં પોતાના સપનાના આલીશાન આશિયાનાની પહેલી ઝલક ચાહકો સામે રજૂ કરી છે. માત્ર 28 વર્ષની નાની વયે બિહારના મુંગેરથી આવેલી મનીષાએ એવી સફળતા હાંસલ કરી છે જેનું સપનું દરેક વ્યક્તિ જુએ છે. તેણે મુંબઈના પોશ ગણાતા ગોરેગાંવ વિસ્તારમાં કરોડોની કિંમતનું ફ્લેટ ખરીદીને તેને અત્યંત લક્ઝરી લુક આપ્યો છે.

17મા માળે 3-BHK એપાર્ટમેન્ટ, 1 વર્ષની સખત મહેનત પછી બન્યું ‘આંગન’

મનીષા રાનીના આ ડ્રીમ પ્રોજેક્ટમાં ઘણો સમય અને મોટો ખર્ચ થયો છે.મુંબઈની હાઈરાઈઝ સોસાયટીના 17 મા માળે આવેલું આ ૩-BHK ઘર અંદાજે 5 કરોડનું છે. ઘરમાં રહેવા જતાં પહેલાં મનીષાએ તેના ડેકોરેશન અને કસ્ટમાઇઝ્ડ ઇન્ટિરિયર પર આશરે 1 કરોડથી વધુ રકમ ખર્ચી છે.આખા ઘરનું રિનોવેશન પૂરું થતાં 1 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. તેણે પોતાના આ સપનાના ઘરને ‘આંગન’ (AANGAN)નામ આપ્યું છે, જેથી ત્યાં માત્ર ઈંટો અને દિવાલો નહીં પણ પરિવાર (Family)ની મધુર યાદો વસે.ઘરના મુખ્ય દરવાજાને ઓલ-વાઈટ થીમ આપીને પિત્તળના કસ્ટમ હેન્ડલ સાથે રોયલ ટચ આપવામાં આવ્યો છે.

વાસ્તુ મુજબ નાનું મંદિર અને ખાસ ‘રબર પ્લાન્ટ’

પોતાની યુટ્યુબ ચેનલ પર એક વિગતવાર હોમ ટૂર વીડિયો શેર કરીને મનીષાએ ઘરમાં પ્રવેશતા જ સૌથી ખાસ જગ્યા બતાવી હતી.ઘરના એન્ટ્રન્સ (Home entrance)પર જ પવિત્ર નાનું મંદિર બનાવવામાં આવ્યું છે, જ્યાં હનુમાનજી, લક્ષ્મી માતા, શિવજી અને ગણેશજીની પ્રતિમાઓ પધરાવવામાં આવી છે.પૂજારીની સલાહથી વાસ્તુશાસ્ત્ર મુજબ મંદિર રાખવામાં આવ્યું છે. સાથે જ આર્થિક ઉત્તરોત્તર પ્રગતિ અને સમૃદ્ધિ માટે બાજુમાં રબર પ્લાન્ટ પણ મૂકવામાં આવ્યો છે.

મોડર્ન લિવિંગ એરિયા, કસ્ટમ વોર્ડરોબ અને કલરફુલ કન્સેપ્ટ

મનીષાએ પોતાના ઘર (HOUSE)ના દરેક ખૂણાને ખૂબ જ બારીકાઈથી ડિઝાઇન કરાવ્યો છે.લિવિંગ રૂમને વિશાળ રાખવા માટે પરંપરાગત ડાઇનિંગ ટેબલ ટાળીને ઓપન સ્પેસ કન્સેપ્ટ રખાયો છે.દરેક રૂમની કલર થીમ અલગ છે. કિચનમાં રોયલ માર્બલ ફિનિશિંગ વાળા કેબિનેટ્સ બનાવાયા છે, જ્યારે કપડાં અને શૂટિંગ માટે કસ્ટમ વોક-ઇન વોર્ડરોબ સાથેનો ડ્રેસિંગ એરિયા પણ તૈયાર કરાયો છે.મુંબઈના સુંદર નજારા જોવા માટે એક મોટી અને આકર્ષક બાલ્કની બનાવવામાં આવી છે.

બિહારના મુંગેરથી મુંબઈ સુધીની પ્રેરણાદાયી સફર

ઘરની સફર કરાવતી વખતે મનીષા રાની કેટલીક ક્ષણોમાં ભાવુક પણ થઈ ગઈ હતી.તેણે યાદ કર્યું કે એક સમય એવો હતો જ્યારે મુંબઈમાં આવું ભવ્ય ઘર હોવાની કલ્પના પણ તેના માટે અશક્ય હતી.બિહારના નાના ગામડામાંથી નીકળીને સોશિયલ મીડિયા પર પ્રખ્યાત થયા બાદ રિયાલિટી શૉ અને મ્યુઝિક વિડિયોઝ દ્વારા ઘરે-ઘરે ઓળખ મેળવનાર મનીષાએ પોતાની આ સિદ્ધિનો તમામ શ્રેય પોતાના ફેન્સને આપ્યો છે.


આ પણ વાંચો :બોલિવૂડની વર્તમાન સ્થિતિ પર સંજય દત્તે વ્યક્ત કર્યું દુઃખ: કહ્યું– ‘હવે ઈન્ડસ્ટ્રીમાં પરિવાર જેવો સપોર્ટ નથી રહ્યો’

આ પણ વાંચો :કંગનાનું નવું નિવેદન ચર્ચામાં, સોશિયલ મીડિયા પર ફરી વિવાદ ગરમાયો

આ પણ વાંચો :અર્જુન રામપાલના સિનેમામાં 25 વર્ષ: ડેબ્યૂ હીરો તરીકેની શરૂઆતથી લઈને શક્તિશાળી વિલન સુધીની સફર