Bigg Boss Ott 2/ ટીવીની ‘પ્રતિજ્ઞા’ સલમાન ખાનના શોમાં કરશે એન્ટ્રી, શું સલમાન ખાન….

બિગ બોસ ઓટીટી સીઝન 2 અંગે દરરોજ અપડેટ્સ આવી રહી છે. અત્યાર સુધી ઘણા સેલેબ્સના આ શોમાં જોડાવાના સમાચાર સામે આવ્યા છે. હવે આ યાદીમાં એક લોકપ્રિય ટીવી અભિનેત્રીનું નામ પણ જોડાઈ ગયું છે.

Trending Entertainment
pooja gor in Big Boss

વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ ઓટીટીની સીઝન 2 તાજેતરમાં ખુબ જ ચર્ચામાં છે. શોના સ્પર્ધકોથી લઈને પ્રીમિયરની તારીખ સુધી, ચાહકો શો સાથે સંબંધિત લગભગ દરેક અપડેટ પર નજર રાખી રહ્યા છે. બિગ બોસ ઓટીટીની પ્રથમ સીઝન ગયા વર્ષે આવી હતી. લોકોને પણ આ શો ખુબ જ પસંદ આવ્યો હતો. પહેલી સીઝનની સફળતા બાદ હવે મેકર્સ બીજી સીઝન લઈને આવી રહ્યા છે. નિર્માતા શોને હિટ બનાવવા માટે ખુબ જ મહેનત કરી રહ્યા છે અને સ્પર્ધકોની પસંદગી કરવામાં કોઈ કસર છોડી નથી.

કઈ સેલિબ્રિટીનું નામ થયું કન્ફર્મ

બિગ બોસ ઓટીટી સીઝન 2 માં હવે જે સેલિબ્રિટી જોડાવવાના સમાચાર સામે આવ્યા છે, તેને ટીવીની દુનિયા પર રાજ કરી લીધું છે. બિગ બોસ ઓટીટી સંબંધિત અપડેટ્સ શેર કરતા એક ફેન પેજએ માહિતી આપી છે કે અભિનેત્રી પૂજા ગૌરને શો માટે કન્ફર્મ કરવામાં આવી છે. પેજે એ પણ જણાવ્યું કે નિર્માતાઓ લાંબા સમયથી અભિનેત્રી સાથે વાતચીત કરી રહ્યા હતા અને હવે તેને બિગ બોસ ઓટીટી સીઝન 2 માટે હા પાડી છે. જોકે, શો દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

ટીવી પર કર્યું છે રાજ

જણાવી દઈએ કે પૂજા ગૌરે અત્યાર સુધી ઘણી ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે, પરંતુ લોકપ્રિયતા તેને ડેઈલી સોપ મન કી અવાજ પ્રતિજ્ઞાએ આપી હતી. આ સિવાય પૂજાએ સાવધાન ઈન્ડિયા, એક નયી ઉમ્મીદ રોશની , શ્રીકાંત બસીર અને કિતની મોહબ્બત હૈ સહિતના ઘણા શોમાં કામ કર્યું છે.

આ વખતે આ શો Voot પર પ્રસારિત નહિ થાય

તાજેતરમાં બિગ બોસ ઓટીટી સીઝન 2 વિશે બીજું અપડેટ આવ્યું છે. શોની પાછલી સીઝન Voot પર પ્રસારિત કરવામાં આવી હતી, પરંતુ આ વખતે બિગ બોસ OTT Jio સિનેમા પર પ્રસારિત થશે.

આ પણ વાંચો:ટ્રોલ્સને જડબાતોડ જવાબ/આશિષ વિદ્યાર્થી બીજા લગ્નને લઈને થયા ટ્રોલ, ગુસ્સામાં લાલ અભિનેતાએ કહ્યું- તો મરી જાવ?

આ પણ વાંચો:સારા અલી ખાનનો ખુલાસો/શુભમન ગિલ સાથે લગ્ન કરશે સારા અલી ખાન? અભિનેત્રીએ ખુલાસો કર્યો

આ પણ વાંચો:ડ્રગ્સ કેસ/ભારતી-હર્ષને મોટી રાહત, કોર્ટે NCBની અરજી ફગાવી

આ પણ વાંચો:વિવાદ/આદિપુરુષના ડિરેક્ટરે મંદિરના પરિસરમાં એક્ટ્રેસને કરી કિસ,વીડિયો આવ્યો સામે…