Mumbai News/ કપિલ શર્મા, રાજપાલ યાદવ, સુગંધા મિશ્રા સહિતની સેલિબ્રિટીઓને મળી મારી નાખવાની ધમકી!

લિબ્રિટીઓએ આઠ કલાકની અંદર જવાબ આપવો પડશે, અન્યથા……..

Top Stories Breaking News Entertainment

Mumbai News: ફેમસ કોમેડિયન કપિલ શર્મા(Kapil Sharma)ને પાકિસ્તાન તરફથી જાનથી મારી નાખવાની ધમકીનો ઈમેલ મળ્યો છે, જે બાદ મુંબઈ પોલીસે (Mumbai Police) આ મામલે તપાસ શરૂ કરી છે. માત્ર કપિલ શર્માએ જ આ ધમકીનો સામનો કર્યો નથી, પરંતુ રાજપાલ યાદવ (Rajpal Yadav), સુગંધા મિશ્રા (Sugandha Mishra) અને રેમો ડિસોઝા (Remo Dsouza) સહિત અન્ય ઘણી હસ્તીઓ પણ છે.

ધમકીભર્યા ઈમેલમાં શું છે?

મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ આઈપીસીની કલમ 351(3) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ધમકીભર્યો ઈમેલ પાકિસ્તાનથી મોકલવામાં આવ્યો હતો.

ઈમેલમાં લખ્યું હતું કે, “અમે તમારી તાજેતરની પ્રવૃત્તિઓ પર નજર રાખી રહ્યા છીએ અને આ તમારા ધ્યાન પર લાવવાનું મહત્વપૂર્ણ છે. આ કોઈ પબ્લિસિટી સ્ટંટ નથી અથવા તમને હેરાન કરવાનો પ્રયાસ નથી, કૃપા કરીને આ સંદેશને ગંભીરતાથી અને ગોપનીયતા સાથે જોઈએ.”

ઈમેલ પર ‘બિષ્ણુ’ નામથી સહી કરવામાં આવી હતી. ઈમેલમાં એવી ચેતવણી પણ આપવામાં આવી છે કે સેલિબ્રિટીઓએ આઠ કલાકની અંદર જવાબ આપવો પડશે, અન્યથા વ્યક્તિગત અને વ્યાવસાયિક મોરચે પરિણામોનો સામનો કરવો પડશે.

સુગંધા મિશ્રા, રેમો ડિસોઝા અને રાજપાલ યાદવને પણ ધમકીઓ મળી 

કપિલ શર્મા ઉપરાંત સુગંધા મિશ્રા અને રેમો ડિસોઝાએ પણ આવા જ ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. રાજપાલ યાદવને 14 ડિસેમ્બરે આ ધમકી મળી હતી અને તેણે 17 ડિસેમ્બરે પોલીસમાં ફરિયાદ કરી હતી. રસપ્રદ વાત એ છે કે આ ઈમેલ રાજપાલ યાદવના સ્પામ બોક્સમાંથી મળી આવ્યો હતો.

મુંબઈ પોલીસ આ મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે, કારણ કે સેલિબ્રિટીઓને સતત આવી ધમકીઓ મળી રહી છે. પોલીસે ઈમેલની સત્યતા ચકાસવા માટે ટેકનિકલ માહિતી એકઠી કરી છે અને સંબંધિત વ્યક્તિને ટ્રેસ કરવાનો પ્રયાસ કરી રહી છે.

સૈફ અલી ખાન પર હુમલો

તમને જણાવી દઈએ કે, માત્ર ધમકીઓની ઘટનાઓ જ નહીં, તાજેતરમાં અભિનેતા સૈફ અલી ખાન પર પણ હુમલો થયો હતો. એક હુમલાખોરે સવારે તેના બાંદ્રા સ્થિત ઘરમાં છ વાર કર્યો હતો. ડૉક્ટરોએ તેના ઘામાંથી 2.5 ઈંચ લાંબી છરી કાઢી નાખી. સૈફ અલી ખાનની મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી અને 21 જાન્યુઆરીએ ઘરે પરત ફર્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભગવાન મુરુગન મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસને આવ્યો ફોન

આ પણ વાંચો:એન્કાઉન્ટર બાદ આતંકી પન્નુની ધમકી,કહ્યું- મહાકુંભમાં બદલો લઈશ

આ પણ વાંચો:ભાવનગરમાં લગ્નેતર સંબધોમાં મહિલાને મળી ધમકી