નિ:સંતાન માટે સરોગેસી માતાની કૂખએ વરદાન સાબિત થઇ છે, આ અંગે અનેક નિસંતાન દંપતીને બોળક મળી રહેતું હતું પરતું આ સરોગેસી મામલે અનેક ગેરપ્રવ-તિ પણ એજન્ટો દ્વારા ચલાવવામાં આવતી હતી તે ધ્યાનમાં લઇને સરકારે મોટો નિર્ણય લીધો અને કાયદો અમલી બનાવ્યો છે. સરોગેસી માતાના મામલે સરકારે કડક કાયદો અમલમાં મૂકી દીધો છે. 25મી જાન્યુઆરીથી સરોગેસી રેગ્યુલેશન એક્ટનો અમલ શરૂ થઈ ગયો છે, એ અતર્ગત હવેથી કોઇપણ મહિલા જીવનમાં એક જ વાર સરોગેટ મધર બની શકશે. જે મહિલા પરિણીત હોય, બાળકો હોય તે જ કૂખ ભાડે આપી શકશે. આ માટે તે રૂપિયા પણ ન લઇ શકે અને આવી માતાનો 36 મહિનાનો વીમો લેવો પણ ફરજિયાત કરી દેવાયો છે. જો નિયમોનું ભંગ થાય તો 10 લાખનો દંડ અને 10 વર્ષની સજાની જોગવાઈ છે.
જાણો નવા નિયમો અને જોગવાઇઓ
- હવેથી ધંધાદારી સરોગેસી નિષેધ
- અલ્ટ્રાયુસ્ટિક સરોગેસી જ કાયદાકીય કે, જેમાં મેડિકલ ખર્ચ તથા 36 મહિનાના વીમા સિવાય કોઈપણ ચાર્જ, ફી, વળતરનો સમાવેશ થતો નથી.
- સરોગેસી ક્લિનિકનું રજિસ્ટ્રેશન ફરજિયાત
ઇચ્છુક દંપતી
- પરિણીત હોય
- સ્ત્રીની ઉંમર 23થી 50 વચ્ચે હોય
- પુરુષની ઉંમર 26થી 55 વચ્ચે હોય
- ઇચ્છુક દંપતીને કુદરતી, દત્તક કે સરોગેટથી પણ કોઈ જીવિત બાળક હોવું ન જોઇએ.
સરોગેટ મધર કોણ બની શકે
- પરિણીત હોય
- ઉંમર 25થી 35 વર્ષ હોય
- લાઇફમાં એક જ વાર બની શકાય
- શારીરિક-માનસિક રીતે ફિટનું પ્રમાણપત્ર હોય
પહેલા કાયદો ન હતો
મેડિકલના જાણકારો કહે છે કે સરોગેસી મામલે અગાઉ કોઇ નિયમ ન હતા. કૂખ ભાડે આપનારી મહિલાઓ મળી રહેતી હતી, જેનો ચાર્જ કૂખ ભાડે લેનાર દંપતી ચૂકવતા હતા.મેડિકોલીગલ એક્સપર્ટ ડો. વિનેશ શાહ કહે છે, સરકારે ઘડેલો કાયદો મંગળવારથી અમલમાં આવશે. અત્યારસુધી સરોગેસી મામલે કોઇ રોકટોક ન હતી, એટલે પ્રોફેશનલ્સ પણ એક્ટિવ હતા. હવે કાયદાનો ભંગ થાય તો કડક સજાની જોગવાઈ છે.
