Dharm & Bhakti: આત્માના કારક સૂર્યદેવ પોતાની સ્વરાશિમાં પ્રવેશી ચૂક્યા છે અને મઘા નક્ષત્રમાં વિરાજમાન છાયા ગ્રહ કેતુની સાથે મળીને સૂર્ય-કેતુ યુતિ (Surya Ketu Yuti 2026)નું નિર્માણ કરી રહ્યાં છે. જ્યોતિષવિદ્ મતાનુસાર, આ યુતિથી અનેક રાશિઓને નુકસાન થશે.
જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યદેવ (Sun Graha)ને આત્મા, આત્મવિશ્વાસ, પિતા અને માન-સન્માનનો કારક માનવામાં આવે છે, જ્યારે કેતુ એક છાયા ગ્રહ છે જેને અલગાવ, ભ્રમ અને માનસિક તણાવ (Anxiety) સાથે જોડીને જોવામાં આવે છે. બે દિવસ અગાઉ એટલે કે, 17 ઑગષ્ટ 2026ના રોજ સૂર્ય પોતાની સ્વરાશિ સિંહમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને સાથે જ કેતુના સ્વામિત્વવાળા મઘા નક્ષત્ર (Magha Nakshatra)માં ગોચર કરી રહ્યાં છે.
સૂર્ય-કેતુ યુતિથી પ્રભાવિત થનારી રાશિઓ (Effects of Surya Ketu Yuti 2026)
સિંહ રાશિમાં છાયા ગ્રહ કેતુ અગાઉથી જ વિદ્યમાન છે. આ સંજોગોમાં સ્વરાશિ અને મઘા નક્ષત્રમાં સૂર્ય અને કેતુનું આ મિલન સૂર્ય-કેતુ યુતિ (Surya Ketu Yuti 2026)નું નિર્માણ કરી રહ્યાં છે. આ સ્થિતિનો પ્રભાવ અનેક રાશિઓ (Zodiac Signs)ના આત્મવિશ્વાસ, સ્વાસ્થ્ય, કેરિયર અને નાણાકીય નિર્ણયો પર પડી શકે છે. તો ચાલો જાણીએ કે, સૂર્ય-કેતુ યુતિ (Surya Ketu Yuti 2026)ના આ પ્રભાવથી કઈ-કઈ રાશિઓએ વિશેષરુપે સાવધાન રહેવું પડશે?
સૂર્ય-કેતુ યુતિ (Surya Ketu Yuti 2026)ના કારણે વિશેષ રુપે આ 5 રાશિઓને નુકસાન થવાની સંભાવના છે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યદેવ (Sun Graha)ને આત્મા, આત્મવિશ્વાસ, પિતા અને માન-સન્માનનો કારક માનવામાં આવે છે, જ્યારે કેતુ એક છાયા ગ્રહ છે જેને અલગાવ, ભ્રમ અને માનસિક તણાવ (Anxiety) સાથે જોડીને જોવામાં આવે છે.

કુંભ રાશિ (Kumbh Rashi)
તમારી રાશિના સપ્તમ ભાવ (ભાગીદારી અને લગ્નજીવન)માં આ ગોચરનો પ્રભાવ જણાશે. જીવનસાથી સાથે વિના કારણે ગેરસમજણ અથવા મતભેદ ઉત્પન્ન થઇ શકે છે. બિઝનેસ પાર્ટનરશિપમાં કોઇ પણ દસ્તાવેજ પર વાંચ્યા વિના જ હસ્તાક્ષર ન કરવાય સંયમ અને વાતચીતથી જ સમસ્યાને ઉકેલવી.
મિથુન રાશિ (Mithun Rashi)
તમારી રાશિના ત્રીજા ભાવમાં આ સ્થિતિ સર્જાઇ છે. બનતા કાર્યોમાં અચાનક અડચણ આવી શકે છે અથવા તો મહેનતનું પૂર્ણ ફળ મળવામાં વિલંબ થઇ શકે છે. ભાઈ-બહેનો સાથે વાદ-વિવાદ કરવાથી બચવું. કાર્યસ્થળે સહકર્મચારીઓ સાથે વાદ-વિવાદ કરવાના બદલે પોતાના કામ પર ધ્યાન આપવું.
કર્ક રાશિ (Kark Rashi)
કર્ક રાશિના જાતકો માટે આ સંયોગ બીજા ભાવ (ધન અને વાણી)માં સર્જાઇ રહ્યો છે. તમારા અનિચ્છનીય ખર્ચાઓ વધી શકે છે અને કડવી વાણીના કારણે સંબંધોમાં ખટાશ પણ આવી શકે છે. કોઇને ઉધાર આપતા અથવા તો જોખમી રોકાણ કરવાથી બચવું. વાત કરતી વખતે શબ્દોની પસંદગી સમજી-વિચારીને કરવી યોગ્ય રહેશે.
સિંહ રાશિ (Sinh Rashi)
સૂર્યનું ગોચર તમારી જ રાશિના (પ્રથમ ભાવ)માં થયેલ છે, જ્યાં કેતુ અગાઉથી જ હાજર છે અને નક્ષત્ર પણ કેતુનું જ છે. તમારા સ્વભાવમાં અચાનક જ ગુસ્સો, ચિડીયાપણું અથવા તો ભ્રમની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે. અહંકારથી બચવું અને ઉતાવળે કોઈ પણ જાતનો નિર્ણય ન લેવો, વિશેષ કરીને નાણાકીય અને કેરિયર સાથે સંલગ્ન બાબતોમાં સતર્ક રહેવું. પિતા અને અધિકારીઓ સાથેના સંબંધો બગડે નહિં એનું ધ્યાન રાખવું.
વૃશ્ચિક રાશિ (Vrushik Rashi)
વૃશ્ચિક રાશિના દસમા ભાવ (કેરિયર અને કર્મસ્થાન)માં સૂર્ય અને કેતુનો આ પ્રભાવ જણાશે. નોકરી અથવા વ્યવસાયમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે તાલમેલ બગડી શકે છે અથવા તો કામનું અનિચ્છનીય દબાણ વધી શકે છે. નોકરી બદલવાનું અથવા તો નવું કાર્ય શરુ કરવામાં ઉતાવળ ન કરવી. વાહન ચલાવતી વખતે વિશેષ સતર્ક રહેવું.

અશુભ પ્રભાવ ઓછા કરવાના ઉપાયો (Upay for Effects of Surya Ketu Yuti 2026)
1. સૂર્યદેવની આરાધના
દરરોજ સવારે તાંબાના લોટામાં જળ ભરીને સૂર્યદેવને અર્ઘ્ય આપવો અને ‘ॐ સૂર્યાય નમ:’ નો જાપ કરવો.
2. હનુમાનજીની પૂજા
મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીસા (Hanuman Chalisa)નો પાઠ કરવો. આમ કરવાથી કેતુના નકારાત્મક પ્રભાવને શાંત કરી શકાય છે એવી માન્યતા છે.
3. દાન-પુણ્ય
રવિવારના દિવસે ગોળ, તાંબુ અથવા તો લાલ વસ્ત્રનું દાન (Donation) કરવું. કોઇ જરુરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવવું પણ શુભ ફળદાયક રહેશે.
આ પણ વાંચો : સૂર્યનું સ્વરાશિ સિંહમાં મહાગોચર,ઓગસ્ટ મહિનાથી ચમકી ઉઠશે આ 6 રાશિઓનું ભાગ્ય!
આ પણ વાંચો :
આ પણ વાંચો :
