Rajkot News: આજકાલની યુવા પેઢીમાં રિલ્સ બનવાનું ભૂત સવાર થઇ ગયું હોય તેવું લાગે છે. સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે યુવાનો કઈ પણ કરવા તૈયાર થઇ જાય છે. ક્યારે ક્યારે તો પોતાના જીવને જોખમઅ મુકતા પણ નથી અચકાતા.તો ક્યારે રિલ્સ બનવાના ચક્કરમાં એવું કઈ કરી બેસે છે કે તેઓને પોલસ સ્ટેશન કે જેલની હવા પણ ખાવી પડે છે. ત્યારે આવામાં રાજકોટના કાલાવાડ રોડ નજીક અમીન માર્ગ પર વરસતા વરસાદ વચ્ચે મહિલાએ સરા જાહેર રોડ પર સ્ટન્ટ કરી તેના ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરતા લોકોએ વીડિયો વાયરલ કરતા હરકતમાં આવેલી પોલીસે તપાસ કરી સરા જાહેર રોડ પર લોકોના જીવના જોખમે સ્ટન્ટ કરી ટ્રાફીક જામ સર્જનાર મહિલા શિક્ષીકા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી.
રાજકોટના અમીન માર્ગ પર વરસતા વરસાદમાં જાહેરમાં એક યોગા ટીચરે રોડ વચ્ચે જ હિન્દી ફિલ્મ સોંગ પર યોગ કરી રિલ બનાવી હતી.આ માટે તેણીએ અહીંથી પસાર થનાર વાહનોને પણ રોકી દીધા હતા.વાયરલ થયેલા આ વીડિયોને લઈ પોલીસે તપાસ શ કરી છે. પરંતુ પોલીસ સામાન્ય રીતે આ પ્રકારના વીડિયોમાં તુરતં ગુનો નોંધતી હોય છે તેમ આ કિસ્સામાં ગુનો નોંધશે કે કુણું વલણ દાખવશે તેને લઇ ભારે ચર્ચા જાગી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ અમીન માર્ગ પર એક મહિલા દ્વારા વરસતા વરસાદમાં સરા જાહેર સ્ટન્ટ કરી વાહન ચાલકોને અટકાવી ટ્રાફીક જામ સર્જી બાદમાં મહિલાએ રિલ્સ તેના ઈન્સ્ટાગ્રામમાં અપલોડ કરતા વિડીયો વાયરલ થતા માલવીયાનગર પોલીસ મથકના PI એ.બી.જાડેજા સહીતના સ્ટાફે તપાસ કરતા સ્ટન્ટ કરનાર મહિલા સમૃધ્ધ સોસાયટીમા જીનીયસ હાઈટસમાં રહેતી અને જીમમા શિક્ષીકા તરીકે નોકરી કરતી દિનાબેન નરેન્દ્રભાઈ પરમાર હોવાનું બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી.
સમગ્ર મામલે ફિટનેસ ટ્રેનર દીના પરમાર નામની મહિલાનો 16 સેકન્ડનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તેણીએ ટ્રાફિકને અડચણરૂપ થઈ તે પ્રકારનો યોગા કરતો વીડિયો બનાવ્યો હતો. તે બદલ તેણીએ માફી માંગી છે. તો સાથે જ પોતાના વીડિયોમાં તેણીએ જણાવ્યું છે કે, પોતે ટ્રાફિક નિયમનનું પાલન કરે છે. તો સાથે જ કોઈ પણ ટ્રાફિકના નિયમનનું પાલન કરવું જોઈએ.
આ પણ વાંચો:સમરસ હોસ્ટેલમાં હોબાળો, આ કારણે વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે વિરોધ
આ પણ વાંચો:ભારે વરસાદને પગલે અમદાવાદથી પસાર થતી ટ્રેનો કરાઈ રદ, ઘરેથી નીકળતા પહેલા જોઈ લો લિસ્ટ
આ પણ વાંચો:ભાવનગર તબીબને બ્લેકમેલ કરી કરોડોની ખંડણી માગનાર ત્રણ ઝડપાય
આ પણ વાંચો:એ..હાલો..ને માનવિયું તરણેતરના મેળે” તરણેતરના મેળાનો આવતીકાલથી પ્રારંભ થશે
