Not Set/ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા રેલાઈ શરાબની રેલમછેલ

ગુજરાતમાં દારૂબંધીનો ભાંડો ફૂટતી વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇ વે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા શરાબની રેલમછેલ જોવા મળી હતી. એક સફેદ રંગની કાર બિયરની પેટીઓ ભરી અમદાવાદ એક્સપ્રેસ હાઇવેથી વડોદરા તરફ પુરપાટ ઝડપે આવી રહી હતી ત્યારે અચાનક જ કાર ચલાકે સ્ટીયરિંગ પરનુ કાબુ ગુમાવતા કાર પલટી ખાઇ ડિવાઇડર કુદી […]

Gujarat
IMG 20171015 WA0100 અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા રેલાઈ શરાબની રેલમછેલ

ગુજરાતમાં દારૂબંધીનો ભાંડો ફૂટતી વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇ વે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા શરાબની રેલમછેલ જોવા મળી હતી. એક સફેદ રંગની કાર બિયરની પેટીઓ ભરી અમદાવાદ એક્સપ્રેસ હાઇવેથી વડોદરા તરફ પુરપાટ ઝડપે આવી રહી હતી ત્યારે અચાનક જ કાર ચલાકે સ્ટીયરિંગ પરનુ કાબુ ગુમાવતા કાર પલટી ખાઇ ડિવાઇડર કુદી બીજી તરફ સામેથી આવતી કાર સાથે અથડાઇ હતી.

IMG 20171015 WA0101 અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા રેલાઈ શરાબની રેલમછેલ

અકસ્માત બાદ એક કારમાંથી બીયરના ટીન રસ્તા પર પડ્યા હતા અને ત્યારબાદ આસપાસમાં રહેતા ગ્રામજનો તેમજ વાહનચાલકોએ બિયરની લૂંટ ચલાવી હતી. ઘટના બાદ એક્સપ્રેસ હાઇ વે પર ભારે ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાનો વીડિઓ પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.

મહત્વનું છે કે, ગુજરાતભરમાં દારૂબંધી હોવા છતાં શરાબના વેચાણમાં પણ નોધપાત્ર વધારો થયો છે અને પોલીસની કાર્યવાહી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.