ગુજરાત/ કોરોનાના સેલ્ફ ટેસ્ટિંગમાં થયો વધારો , લોકો ઘરેજ કરી રહ્યા છે કોરોના ટેસ્ટ …

ICMR દ્વારા આ ટેસ્ટ કિટને મંજૂરી આપવામાં આવી છે.આ કિટ લગભગ તમામ દવાની દુકાનોમાં મળી રહે છે.

Gujarat
Untitled 59 9 કોરોનાના સેલ્ફ ટેસ્ટિંગમાં થયો વધારો , લોકો ઘરેજ કરી રહ્યા છે કોરોના ટેસ્ટ ...

રાજ્યમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો છે.. શરૂઆતના સમયમાં યોગ્ય સારવારનો અભાવ હતો.પરંતુ હવે વેકસીન પણ વિકસી ગઈ છે..સાથે-સાથે ઘરે જ કોરોના ટેસ્ટ થઈ શકે તેની કીટ પણ બજારમાં મળતી થઈ ગઈ છે. જેથી લોકો ઘરે જ ટેસ્ટ કરી રહ્યા છે.જેને પગલે છેલ્લા ત્રણ દિવસમાં કિટના વેચાણમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.

રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધતી જઇ રહી છે. પોઝિટિવ કેસ વધારે સામે આવવાનું કારણ ટેસ્ટીંગમાં થયેલો વધારો પણ છે. હાલ મેડિકલ સ્ટોર્સમાં કોવિડ ટેસ્ટ માટે સેલ્ફ ટેસ્ટ કીટ આવી ગઈ છે.. તેના વેચાણમાં છેલ્લા 3 દિવસમાં ભારે ઉછાળો આવ્યો છે.. ત્રણ દિવસ પહેલા દૈનિક 1 હજાર જેટલી કીટ વેચાતી હતી જે આંકડો હવે 15 હજાર પર પહોંચ્યો છે.

આ પણ વાંચો:કોરોના સંક્રમિત / દેશનાં ભૂતપૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવેગૌડા કોરોના સંક્રમિત

ICMR દ્વારા આ ટેસ્ટ કિટને મંજૂરી આપવામાં આવી છે.આ કિટ લગભગ તમામ દવાની દુકાનોમાં મળી રહે છે. અને કિટનો સક્સેસ રેટ 95 ટકા છે.. આ કિટની મદદથી લોકો આસાનીથી ઘરે ટેસ્ટ કરી શકે છે..જો ઘરમાં કોઈને કોરોનાના લક્ષણ દેખાતા હોય તો આ કીટ મારફતે આસાનીથી ટેસ્ટ થઈ શકે.. કોઈ લેબ કે સરકારી જગ્યા પર જવું અને સંક્રમણનો ભોગ બનવું એના કરતાં આ કિટનો ઉપયોગ કરવો વધારે સારું તેમ કહી શકાય..લોકોમાં જાગૃતતા આવી હોવાના કારણે લોકો આ કિટનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યા છે અને એટલે જ અચાનક આ કિટના વેચાણમાં ઉછાળો જોવા મળે છે

ઘરે જ આ રીતે કોરોના ટેસ્ટ કરવો સેફ્ટીની દ્રષ્ટિએ વધુ હિતાવહ છે. પરંતુ એ પણ જરૂરી છે કે જો લોકો આ કીટ વસાવી અને ઘરે ટેસ્ટ કરે અને પોઝિટિવ આવે તો તેઓ સરકારનું ધ્યાન તુંરત દોરે.જેથી સરકારને પણ સંક્રમણ કેટલા લોકોમાં ફેલાયું છે તેનો ખ્યાલ આવે..અને સંક્રમણને નિયંત્રણમાં લેવા જરૂરી પગલા સરકાર લઇ શકે .

આ પણ  વાંચો:હિટ એન્ડ રન / અમદાવાદ બાદ લીમખેડા – દાહોદ હાઈવે પર અકસ્માત, બે મહિલાનું ઘટના સ્થળે જ મોત