Political/ કોંગ્રેસને ઝટકો, પૂર્વ સાંસદ અને મંત્રી પ્રવીણ સિંહ એરોન અને તેમની પત્ની SP માં જોડાયા

બરેલીનાં કોંગ્રેસનાં નેતા અને પૂર્વ સાંસદ અને મંત્રી પ્રવીણ સિંહ એરોન અને તેમની પત્ની પૂર્વ મેયર સુપ્રિયા એરોન સમાજવાદી પાર્ટીમાં જોડાયા છે. તેટલુ જ નહી તેમને કેન્ટથી પણ ટિકિટ ઉપલબ્ધ છે.

Top Stories India
કોંગ્રેસનો ઝટકો

બરેલીનાં કોંગ્રેસનાં નેતા અને પૂર્વ સાંસદ અને મંત્રી પ્રવીણ સિંહ એરોન અને તેમની પત્ની પૂર્વ મેયર સુપ્રિયા એરોન સમાજવાદી પાર્ટીમાં જોડાયા છે. તેટલુ જ નહી તેમને કેન્ટથી પણ ટિકિટ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો – Covid-19 / Omicron નું નવુ લક્ષણ શરીરનાં આ ભાગને કરી શકે છે નુકસાન, ટેસ્ટિંગમાં રિપોર્ટ આવી શકે છે નેગેટિવ

શનિવારે, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા, કોંગ્રેસનાં નેતા અને પૂર્વ સાંસદ અને બરેલીનાં મંત્રી પ્રવીણ સિંહ એરોન, તેમની પત્ની પૂર્વ મેયર સુપ્રિયા એરોન સમાજવાદી પાર્ટીમાં જોડાયા છે. સુપ્રિયા બરેલીથી મેયર રહી ચૂક્યા છે. આ ઉપરાંત સંડીલાથી ભાજપનાં પૂર્વ ધારાસભ્ય મહાવીર સિંહની પત્ની રીટા સિંહ પણ સપામાં જોડાયા છે. ત્રણ વખતનાં ધારાસભ્ય મહાવીર સિંહનું કોરોનાથી નિધન થયું છે. અખિલેશ યાદવે આ તમામને સપાનું સભ્યપદ અપાવ્યું. આ દરમિયાન, સપાનાં રાષ્ટ્રીય મહાસચિવ પ્રોફેસર રામ ગોપાલ યાદવે જાહેરાત કરી કે સપાનાં વડા અખિલેશ યાદવ મૈનપુરીની કરહાલ વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર હશે. આ દરમિયાન અખિલેશ યાદવે કહ્યું કે, ચૂંટણીને ધ્યાનમાં રાખીને જનતા માટે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં 300 યુનિટ મફત વીજળી, ખેડૂતોનાં ખેતરોમાં સિંચાઈ માટે મફત વીજળી આપવામાં આવશે. જો અમારી સરકાર બનશે તો અમે IT સેક્ટરમાં 22 લાખ યુવાનોને રોજગાર આપીશું.

આ પણ વાંચો – કોરોના સંક્રમિત / દેશનાં ભૂતપૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવેગૌડા કોરોના સંક્રમિત

સમાજવાદી પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે આ દરમિયાન કહ્યું કે, સપાની સરકાર આવશે ત્યારે વિદ્યાર્થીઓને લેપટોપ મળશે. દરેક ગામમાં સમાજવાદી પાર્ટીનું લેપટોપ જોવા મળશે. અમારું લેપટોપ રોજગાર માટે પણ ઉપયોગી થશે. અમે યુપીમાં 300 યુનિટ મફત વીજળી આપીશું. અખિલેશે કહ્યું કે, દરેક લેપટોપની પોતાની સ્ટોરી હોય છે. તેનાથી પરિવારનાં દરેક સભ્યને મદદ મળી છે. લોકડાઉનમાં પણ લોકોને લેપટોપનો લાભ મળ્યો.