Not Set/ આગ લાગ્યા પછી કૂવો ખોદવા નીકળી સરકાર, 9965 મિલકતોની તપાસ કરાઈ

સુરતમાં અગ્નિકાંડમાં 22 જિંદગીઓ સ્વાહા થયા પછી સરકારે આગ લાગ્યા પછી કૂવો ખોદવા જેવો ઘાટ કર્યો છે.તક્ષશિલા કોમ્પ્લેક્સમાં આગ લાગ્યા પછી હવે સરકારે રાજ્યમાં ટ્યુશન ક્લાસો પર તવાઈ લાવી છે. મુખ્ય સચિવ ડો જે એન સિંહે  જણાવ્યું કે સુરત ની આગ દુર્ઘટના ને પગલે સમગ્ર રાજ્ય માં ટ્યુશન ક્લાસ હોસ્પિટલ મોલ સહિત ની ખાનગી મિલ્કતો […]

Top Stories Gujarat Surat
trgt 3 આગ લાગ્યા પછી કૂવો ખોદવા નીકળી સરકાર, 9965 મિલકતોની તપાસ કરાઈ

સુરતમાં અગ્નિકાંડમાં 22 જિંદગીઓ સ્વાહા થયા પછી સરકારે આગ લાગ્યા પછી કૂવો ખોદવા જેવો ઘાટ કર્યો છે.તક્ષશિલા કોમ્પ્લેક્સમાં આગ લાગ્યા પછી હવે સરકારે રાજ્યમાં ટ્યુશન ક્લાસો પર તવાઈ લાવી છે.

મુખ્ય સચિવ ડો જે એન સિંહે  જણાવ્યું કે સુરત ની આગ દુર્ઘટના ને પગલે સમગ્ર રાજ્ય માં ટ્યુશન ક્લાસ હોસ્પિટલ મોલ સહિત ની ખાનગી મિલ્કતો માં  ફાયર સેફ્ટી અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ માટે ખાસ ડ્રાઇવ કરવા માં આવી છે.સુરતની આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડના બે અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે.

તેમણે વધુ વિગતો આપતા કહ્યું કે  રાજ્ય માં 2055 જેટલા અધિકારીઓની 713 ટીમ નગરો મહાનગરોમાં સઘન તપાસ કરી રહી છે અને  અત્યાર સુધીમાં 9965 મિલ્કતો ની તપાસ કરાઈ છે.ફાયર સેફ્ટી ની જ્યાં સુવિધા ન હોય ત્યાં સીલ કરવા સુધી ની કારવાહી કરવામાં આવી રહી છે.

સુરતમાં અત્યાર સુધીમાં 100થી વધુ શોપિંગ સેન્ટરોને સીલ કરવામાં આવ્યા છે.જે એન સિંહે કહ્યું કે રાજ્યમાં 9395 બિલ્ડીંગને મિલ્કતો ને શો કોઝ નોટિસ આપવામાં આવી છે.

જે એન સિંહના કહેવા પ્રમાણે સુરતમાં  80 ટીમોના 320 અધિકારીઓ એ 1524 જેટલા ટ્યુશન ક્લાસીસ  સહિત ની મિલ્કતો ની ફાયર સેફ્ટી ચેક કરવામાં આવી છે  અને 123 સ્થાનો માં ફાયર સેફ્ટી સુવિધા ન હોવાથી પગલાં લેવાયા છે.

મુખ્ય સચિવે કહ્યું કે મુખ્યમંત્રી વિજય ભાઈ ના અધ્યક્ષ સ્થાને આજે ઉચ્ચ સ્તરીતય બેઠક યોજી ને  આવી ઘટના ન બને તે માટે ની ચોક્ક્સ રણ નીતિ કાર્ય પદ્ધતિ  અંગે સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવશે.