Not Set/ દેશની સેવા કરવાનો મોકો સાથે સારૂં કમાવવાની તક,અગ્નિપથ યોજના વિશે જાણો

આ યોજના સાથે જોડાશે તો તેઓ અગ્નિવીર તરીકેની એક આગવી ઓળખ પણ મળશે

Top Stories India
4 36 દેશની સેવા કરવાનો મોકો સાથે સારૂં કમાવવાની તક,અગ્નિપથ યોજના વિશે જાણો

ભારત સરકાર અગ્નિપથ યોજના માટે પુરી તૈયારી સાથે મેદાનમાં ઉતરી છે, આ યોજનાથી યુવાનોને દેશની સેવા કરવાનો મોકો અને રોજગાર પણ મળી રહેશે પરતુઆ યોજનાનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે.  90 દિવસમાં સેનામાં ભરતી માટે પ્રથમ ભરતીની પ્રક્રિયા યોજાશે ય પ્રારંભિક તબક્કામાં આર્મી માટે 40000, નેવી માટે 3000 અને એરફોર્સ માટે 3,500ની ભરતી થશે.

અગ્નિપથ યોજનાથી યુવાનોને દેશની સેવા કરવાનો મોકો મળશે સાથે 4 વર્ષ માટે સારૂ કમાવવાની તક પણ મળશે .આ ઉપરાંત આ યોજના સાથે જોડાશે તો તેઓ અગ્નિવીર તરીકેની એક આગવી ઓળખ પણ મળશે.હાલ સરકારની આ યોજના અંગે સમગ્ર દેશમાં બબાલ જોવા મળી રહી છે.

3 50 દેશની સેવા કરવાનો મોકો સાથે સારૂં કમાવવાની તક,અગ્નિપથ યોજના વિશે જાણો

‘અગ્નિપથ યોજના’ હેઠળ આર્મી, નેવી અને એરફોર્સમાં સૈનિકોની ભરતી થશે. તેમનો રેન્ક હાલના રેન્કથી અલગ હશે અને તેમને ‘અગ્નવીર’ કહેવામાં આવશે. આ યોજના હેઠળ દર વર્ષે લગભગ 40-45 હજાર યુવાનોને સેનામાં સામેલ કરવામાં આવશે. આ યુવાનોની ઉંમર સાડા 17 વર્ષથી લઈને 21 વર્ષની વચ્ચે હશે.

રોજગારના મોરચે કેન્દ્ર સરકારની સૌથી વધુ ટીકા થઈ રહી છે. તેથી આ યોજના દ્વારા યુવાનોને મોટા પાયે રોજગારીની તકો મળશે. આ સાથે ભરતી પ્રક્રિયામાં પણ ફેરફાર લાવવાની તૈયારી ચાલી રહી છે. સરકાર સંપૂર્ણ તૈયારી સાથે બહાર આવી છે. 90 દિવસમાં સેનામાં ભરતી માટે પ્રથમ ભરતી રેલી યોજાશે. પ્રારંભિક તબક્કામાં આર્મી માટે 40,000, નેવી માટે 3000 અને એરફોર્સ માટે 3,500ની ભરતી થશે.

દેશના કેટલાક ભાગોમાં અગ્નિપથ યોજનાનો વિરોધ થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે માત્ર 4 વર્ષમાં જ નોકરીની તક મળશે, તે પછી શું થશે? આના જવાબમાં સરકાર કહે છે કે મોટાભાગના યુવાનો 12મા પછી કૌશલ્યની તાલીમ અથવા ઉચ્ચ શિક્ષણ લે છે અને પછી નોકરી શોધે છે. અમે યુવાનોને એક સાથે ત્રણ તક આપી રહ્યા છીએ. તેમને સારો પગાર મળશે, ચાર વર્ષમાં સારું બેંક બેલેન્સ હશે. આ સાથે તેમને નોકરી દરમિયાન કૌશલ્યની તાલીમ પણ આપવામાં આવશે.

4 35 દેશની સેવા કરવાનો મોકો સાથે સારૂં કમાવવાની તક,અગ્નિપથ યોજના વિશે જાણો

તેઓને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ આપવામાં આવતી ઔપચારિક તાલીમ માટે ક્રેડિટ પોઈન્ટ્સ મળશે. તેમાંથી તેઓ ચાર વર્ષ પછી ઉચ્ચ શિક્ષણ લઈ શકશે. ચાર વર્ષ સેનામાં રહ્યા બાદ તે વધુ આત્મવિશ્વાસ સાથે બહાર જશે.

અંતે મામલો પૈસા સુધી આવે છે. બેરોજગારીના સંદર્ભમાં અગ્નિવીરને જે પગાર આપવામાં આવશે તે બરાબર છે. 4 વર્ષની નોકરીમાં કુલ 23 લાખ 43 હજાર 160 રૂપિયા મળશે. જેમાં દર મહિનાના પગાર ઉપરાંત નિવૃત્તિ ફંડ પણ સામેલ છે.

અગ્નિવીરને ચાર વર્ષની નોકરીમાં પ્રથમ વર્ષ માટે 30,000 રૂપિયાનો માસિક પગાર મળશે. બીજા વર્ષે દર મહિને 33000, ત્રીજા વર્ષે 36,5000 રૂપિયા અને ચોથા વર્ષે 40,000 રૂપિયા. જેમાં દર મહિને પગારમાંથી 30 ટકા રકમ કાપવામાં આવશે અને એટલી જ રકમ સરકાર આપશે. પગાર ઉપરાંત જોખમ અને હાડમારી ભથ્થું, રાશન ભથ્થું, ડ્રેસ અને મુસાફરી ભથ્થું મળશે. સાદી ભાષામાં ખાવું-પીવું, સારવાર અને રહેવાનું બધું મફત છે.

પહેલું વર્ષ- 21,000×12= 2,52,000
બીજું વર્ષ- 23,100×12= 2,77,200
ત્રીજું વર્ષ- 25,580×12= 3,06,960
ચોથું વર્ષ- 28,000×12= 3,36,000

આ રીતે નોકરીના ચાર વર્ષ દરમિયાન અગ્નિવીરને કુલ 11,72,160 રૂપિયાનો પગાર મળશે. ખાસ વાત એ છે કે જોબ દરમિયાન અગ્નિવીર ઇચ્છે તો આખો પગાર બચાવી શકે છે. કારણ કે સૈન્ય જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. જેમાં ભોજન, રહેવા અને સારવાર મફત છે. યુનિફોર્મ પણ ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં, યુવાનો તેમના સપના સાકાર કરવા માટે પગારના રૂપમાં મળેલી રકમ બચાવી શકે છે. યુવાનો સામે 4 વર્ષમાં 23 લાખ 43 હજાર 160 રૂપિયા કમાવવાની સુવર્ણ તક હશે.

21 થી 24 વર્ષની ઉંમરે અગ્નિવીરને રાહત થશે. પરંતુ આ ઉંમરે સરકાર તરફથી એકસાથે 11,72,160 રૂપિયા મળશે. આમાં કોઈ આવકવેરો લાગશે નહીં. જેને તમે રિટાયરમેન્ટ ફંડ કહી શકો છો. કારણ કે અડધો ફાળો અગ્નિવીરનો હશે, અને અડધો સરકાર આપશે. આ સાથે પગાર તરીકે મળતી રકમની પણ બચત થવી જોઈએ. જેથી તેઓ તેમના સપના સાકાર કરી શકે. તમે ઉચ્ચ શિક્ષણ સહિત તમારો વ્યવસાય બનાવી શકો છો

5 41 દેશની સેવા કરવાનો મોકો સાથે સારૂં કમાવવાની તક,અગ્નિપથ યોજના વિશે જાણો

આમાંથી મહત્તમ 25 ટકા અગ્નિવીરોને પછીથી કાયમી બનવાની તક આપવામાં આવશે. એટલે કે 4માંથી એક અગ્નિવીરને નક્કર નોકરી મળશે. સરકારના મતે 4 વર્ષ સુધી સેનામાં રહીને પરત ફરેલા યુવાનો અન્ય કરતા નોકરી મેળવવા માટે વધુ લાયક હશે. ગૃહ મંત્રાલય 4 વર્ષ પછી CAPF અને આસામ રાઈફલ્સમાં ભરતીમાં અગ્નિવીરોને પ્રાથમિકતા આપશે. મોટી કંપનીઓએ અગ્નિવીરોને નોકરી આપવાની જાહેરાત કરી છે. અગ્નિવીર માટે 4 વર્ષમાં ગ્રેજ્યુએશન ડિગ્રી કોર્સ હશે. ગ્રેજ્યુએશન ડિગ્રી કોર્સની માન્યતા વિદેશમાં કરવામાં આવશે.

જો સેવા દરમિયાન કોઈ અગ્નિવીર વીરગતિ પ્રાપ્ત કરશે તો તેના પરિવારને એક કરોડની સહાય રકમ મળશે. આ સાથે અગ્નિવીરની બાકીની સેવાનો પગાર પણ પરિવારને મળશે. બીજી તરફ, જો અગ્નવીર સેવા દરમિયાન અક્ષમ થઈ જાય છે, તો તેને 44 લાખની રકમ આપવામાં આવશે અને બાકીની સેવાનો પગાર પણ મળશે. યુવાનોની સૌથી મોટી ચિંતા એ છે કે તેઓ ચાર વર્ષ પછી શું કરશે? ચાર વર્ષ પછી તેઓ ફરીથી બેરોજગાર થઈ જશે અને તેમને ન તો પગાર મળશે કે ન પેન્શન.